Published by : Rana Kajal
NIA એ મોટો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે પુણેની શાળામા યુવાનોને કટ્ટરપંથી બનાવવા PFI નો ટ્રેનીંગ કેમ્પ ચાલતો હતો. જેમાં યુવાનોને ટાર્ગેટ કિલિંગ માટે તાલીમ આપવામાં આવતી હતી. PFI પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા દ્વારા તેના નાપાક ઈરાદાઓ પૂરા કરવા આ કેમ્પનો ઉપયોગ કરવામા આવતો હતો ખાસ કરીને મુસ્લીમ યુવાનોને વધુને વધુ કટ્ટરપંથી બનાવવા માટે પણ કેમ્પમાં ખાસ ટ્રેનીંગ આપવામાં આવતી હતી પુણેની બ્લુ બેલ સ્કૂલના ચોથા અને પાંચમા માળનો ઉપયોગ આ કેમ્પ માટે કરવામાં આવતો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ જાણવા મળેલ છે કે યુવાનોને એમ જણાવાતું હતુ કે 2047 સુધીમા દેશમા ઇસ્લામિક સાશન સ્થાપિત થશે