આસામ
કોઈ મદદ કે સહાય ન પહોચી…પહોંચ્યા તો માત્રને માત્ર હત્યારા અને મળી તો માત્ર અને માત્ર મોત…..
6 કલાકમાં 2,600 લોકોની ઘાતકી હત્યા કરાઈ…વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પહોંચ્યાં તે પહેલાતો લાશો નદીમાં ફેંકી દેવામાં આવી….નેલ્લા હત્યાકાંડ ઍક એવો હત્યાકાંડ સાબીત થયો કે જેમા લાચાર લોકોની હત્યારાઓએ કરપીણ હત્યા કરી દીધી. જોતજોતામાં મૃતદેહોની સંખ્યા વધી ગઇ અને હત્યારાઓએ હજારો મૃતદેહોનો નિકાલ નદીમાં કરી દિધો….
આ નેલ્લા હત્યાકાંડના અસરગ્રસ્તની દર્દભરી કહાણી વિગત….મારા પિતાએ જણાવ્યું કે આ બધું થયું ત્યારે હું છ મહિનાની હતી. મારી માતા પોતાનો જીવ બચાવવા ખેતરોમાં દોડતી વખતે પડી ગઈ હતી . છ દિવસ પછી એક પોલીસકર્મીએ મને મારી માતાના મૃતદેહને ગળે લગાડતા જોઈ. બાદમાં મને મારા પિતાને સોંપી દેવામાં આવી, જેઓ રાહત શિબિરમાં રહેતા હતા. આવી આપવીતી છે આસામના નૌગામની રહેવાસી ઝોહરા ખાતૂનની. તે જે ઘટનાનો ઉલ્લેખ કરી રહી છે તે આઝાદી પછીનો ભારતનો સૌથી મોટો હત્યાકાંડ હતો. જેમાં ઝોહરાની માતા સહિત 2600 લોકોની માત્ર 6 કલાકમાં નેલ્લી અને આસપાસનાં ગામોમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં મોટાભાગના બાંગ્લા ભાષી મુસ્લિમ હતા.આ હત્યાકાંડ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન થયો હતો. હત્યાકાંડ બાદ મામલાની તપાસ કરવામાં આવી, રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, પરંતુ અગમ્ય કારણોસર રિપોર્ટ જાહેર ન કરવામાં આવ્યો. મૃતકોનાં પરિજનોને વળતર તરીકે રૂ.5 હજાર અને ટીન શેડ મળ્યા અને ઇજાગ્રસ્તોને માત્ર રૂ.1,500 મળ્યા હતા.
તા 18 ફેબ્રુઆરી 1983ના રોજ થયેલા નેલ્લી હત્યાકાંડને હવે 40 વર્ષ પુર્ણ થયા છે. ત્યારે આ હત્યાકાંડ કેમ થયો કયા કારણોસર લોકો આટલા ઘાતકી હત્યારા બની ગયા તેની વિગત જોતા દેશની
આઝાદી પછી બાંગ્લાદેશને અડીને આવેલા આસામના જિલ્લાઓમાં ઘણું સ્થળાંતર થયું હતું. 70ના દાયકામાં ઈન્દિરા ગાંધીની સરકારે બાંગ્લાદેશના લગભગ 40 લાખ બંગાળી ભાષી મુસ્લિમોને મતદાનનો અધિકાર આપ્યો હતો. આસામની વસતિ 1971માં 1 કરોડ 46 લાખથી વધીને 1983માં 2 કરોડ 10 લાખ થઈ ગઈ હતી. મૂળ બાંગલા દેશનાં મુસ્લિમોને મતાધિકારના ઈન્દીરા ગાંધી ના નિર્ણયના પગલે આસામના વતનીઓ નારાજ થઈ ગયા હતા. તેમને ડર લાગવા લાગ્યો કે હવે સ્થાનિક લોકોના સંસાધનો પર ગેરકાયદે દેશ બહારથી આવેલા પરદેશી લોકો કબજો કરી લેશે. આસામમાં રાષ્ટ્રપતિ શાસન હતું અને ધીમે ધીમે તણાવ વધી રહ્યો હતો. સ્થાનિક સંગઠનો અને ખાસ કરીને વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધે જોર પકડ્યું હતું તેમા પણ બે વિદ્યાર્થી સંગઠન સામસામે હતાં. આ સંગઠનોમાંનું એક આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસૂ), જે ચૂંટણી ઇચ્છતું ન હતું. બીજું ઓલ આસામ માઈનોરીટી સ્ટુડન્ટ્સ યુનિયન (આમસૂ) હતું જે ચૂંટણી ઇચ્છતું હતું. તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસના નેતા ગનીખાન ચૌધરી સાથે આ વિસ્તારની મુલાકાત લીધી અને 1983માં ચૂંટણીની જાહેરાત કરી હતી.
આસામમાં સ્થાનીક રહેવાસીઓએ ‘વિદેશીઓ’ વિરુદ્ધ રસ્તા પર વીરોધ કરી રહ્યા હતા. સ્થાનિક લોકોની માગ હતી કે નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવે. આમાંગણી ની અવગણના કરવામાં આવી અને 1979ની મતદાર યાદીના આધારેજ જ ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી. આસૂ ઇચ્છતું ન હતું કે ચૂંટણી યોજાય. તેમની માગ હતી કે ગેરકાયદેસર રીતે રહેતા પરદેશી પ્રવાસી મુસ્લિમોને રાજ્ય બહાર ફેંકી દેવા જોઈએ. આમ કરવામાં ન આવતા આસૂએ ચૂંટણીમાં મતદાનનો ઉગ્ર વિરોધ કર્યો હતો.તેવામાં તા 14 ફેબ્રુઆરી 1983એ મતદાન બાદ લોકોમાં આક્રોશ વધ્યો હતો.
14 ફેબ્રુઆરી એટલે ઘટનાના ચાર દિવસ પહેલાં મતદાન હતું. જે વિસ્તારોમાં હત્યાકાંડ થયો હતો, ત્યાંના મુસ્લિમ બહુમતીવાળાં ગામોમાં સ્થાનિક આંદોલનકારીઓએ બેઠકો બોલાવી હતી. જેમા જાહેરાત કરવામાં આવી કે જો ગામમાંથી કોઈ ચૂંટણીમાં ભાગ લેશે તો તેને સોસાયટીમાંથી હાંકી કાઢવામાં આવશે અને 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે.
આવા વાતાવરણ વચ્ચે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે 18 ફેબ્રુઆરીની ઘટનાવાળા વિસ્તાર નૌગામથી 150 કિમી દૂર ડારંગના ગોહપુરમાં હિંસા થવાના અહેવાલો આવ્યા હતા. આસામીઓની હિંસાથી કંટાળીને ત્યાંની બોરો જાતિએ ચૂંટણીમાં ભાગ લેવાની જાહેરાત કરી હતી.તેવામાં બોરો આદિજાતિ અને પ્લેન્સ ટ્રાઇબલ કાઉન્સિલ ઓફ આસામ (PTCA) નામના સંગઠનના કાર્યકરો વચ્ચે તણાવ વધી ગયો. અને હિંસા ફાટી નીકળી અને તીવ્ર અફવા ફેલાઈ કે 17 ગામોને સળગાવી દેવામાં આવ્યાં છે, જેમાં 1000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ ત્રણ દિવસ પછી, 17 ફેબ્રુઆરીએ જ્યારે પોલીસે આખરે વિસ્તારને કોમ્બિંગ કરવાનું શરૂ કર્યું, ત્યારે જાણવા મળ્યું કે હુમલો…