ઇઝરાયેલના દક્ષિણી રણવિસ્તારમાંથી પુરાતત્વવિદોએ 1,200 વર્ષ જૂની ભવ્ય હવેલીને શોધી કાઢી છે. તે સમયે દક્ષિણી રણવિસ્તારમાંથી નેગેવ તરીકે જાણીતો હતો. ભવ્ય હવેલી તે સમયના પોશ વિસ્તારના લોકોની ભવ્યતાનું પ્રતિબીંબ બતાવે છે.

પુરાતત્વવિદો હવેલીની બનાવટ જોઈને હેરાન છે. આઠમી અને નવમી સદીના પ્રારંભિક ઇસ્લામિક કાળની આ ખોજ રાહતના બદુઇન શહેરમાં કરવામાં આવી હતી. એક આંગણની ચારેય બાજુએ આ આલીશાન ઘર બનાવવામાં આવ્યું હતું. ઇઝરાયેલના એન્ટિકિટીઝ ઓથોરિટીઝે તાજેતરમાં જણાવ્યું હતું. આ ભવ્ય હવેલીના રૂમો પથ્થરથી બનેલા છે. આંગણની નીચે બનેલ આ રૂમો જોઇને પુરાતત્વવિદો હેરાન થઇ ઉઠ્યા હતા. કહેવામાં આવે છે કે આ પથ્થરથી બનેલા રૂમનો ઉપયોગ રણવિસ્તારની ગરમીથી બચવા માટે કરવામાં આવતો હતો. એનો ઉપયોગ કરીને ઠંડા તાપમાને ચીજવસ્તુઓને સલામત રાખવામાં આવતી હતી. આ રૂમોને અત્યંત સાવધાનીપૂર્વક બનાવવામાં આવ્યા હતા. તેમજ તેની મજબૂતી જાળવી રાખવામાં આવી હતી. જેથી લોકો ભૂમિગત રીતે અંદર પ્રવેશી ન શકે.





