Published By : Parul Patel
ઘણાં આત્મહત્યાના બનાવો એવા પણ બને છે જેમાં આત્મહત્યા કરતાં પહેલા જે તે માનવી આત્મહત્યા કરવા અંગેના કારણો સોશ્યિલ મીડિયામાં વાયરલ કરે છે. બસ આજ સમયથી સાયબર ક્રાઇમ પોલીસની કામગીરી શરૂ થઈ જાય છે. અત્યાર સુધી આત્મહત્યા કરનારે મેસેજ વાયરલ કર્યો હોય તેવા ચારને પોલીસની સક્રિયતાના કારણે બચાવી લેવામાં આવ્યા છે. જેમાં એક ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામના યુવાનનો પણ સમાવેશ થાય છે.
આત્મહત્યાના બનાવોમાં પોલીસની સક્રિયતા અંગે વધુ વિગતે જોતા સીઆઇડી ક્રાઇમના એડીડીજી આર. બ્રહ્મભટ્ટ અને આઇ. જી. સુભાષ ત્રિવેદીએ સાયબર સેલને ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક અને અન્ય સોશ્યિલ મીડિયા પર સતત વોચ રાખવાની સુચના આપી હતી. સાયબર સેલ પોલીસની સક્રિયતાના પગલે સોશ્યિલ મીડિયા પર મુકાયેલ પોસ્ટના આધારે પોલીસે કામગીરી કરતા 4 જેટલા યુવાનોના જીવ બચાવી લેવાયા હતા.