- 6 વર્ષના બાળકે ફાયરિંગ કર્યું..
- સ્કૂલમાં મહિલા ટીચરને ગોળી મારી, હાલત ગંભીર..
ફરી એકવાર અમેરિકામાં ફાયરિંગની ધટના બની હતી.આ ઘટના સ્કૂલમાં બનતા ગોળીબારમાં ઍક સિક્ષકને ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે સ્કૂલમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતુ.અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી ફાયરિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 6 વર્ષના બાળકે સ્કૂલમાં ક્લાસની અંદર ટીચરને ગોળી મારી દીધી. શિક્ષિકા એક મહિલા છે અને તેની ઉંમર 30 વર્ષની આસપાસ છે. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યું છે.
વર્ગમાં વિવાદ બાબતે ગોળી મારવામાં આવી આ ઘટના શનિવારે રિકનેક એલિમેન્ટ્રી સ્કૂલમાં બની હતી. એ સમયે વર્ગમાં ટીચર અને બાળક એકલાં હતાં. પોલીસવડા સ્ટીવ ડ્રુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ કોઈ અકસ્માતનો મામલો નથી. બાળકે જાણીજોઈને મહિલા પર ફાયરિંગ કર્યું હતું. આખા વર્ગની સામે ટીચર સાથેના વિવાદને કારણે તેણે આવું કર્યું. જોકે હાલ આ કેસની તપાસ કરવા માટે વકીલોની સલાહ લેવામાં આવી રહી છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/01/FiOgcSOaYAUGaIh.png)
ડ્રુએ જણાવ્યું હતું કે મહિલાની હાલત નાજુક છે. ગોળી વાગવાને કારણે તેને જે .ઈજા થઈ છે એ જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે તેની તબિયતમાં સુધારો થવાની શક્યતા છે. અમને મળેલું છેલ્લું અપડેટ દર્શાવે છે કે મહિલાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ફાયરિંગમાં અન્ય કોઈ બાળકને ઈજા થઈ નથી.
ન્યૂપોર્ટ ન્યૂઝ પબ્લિક સ્કૂલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જ્યોર્જ પાર્કરે જણાવ્યું હતું કે સોમવાર પછી સ્કૂલ ખોલવામાં આવશે.સ્કૂલનાં બાળકો ભયભીત ફાયરિંગ બાદ સ્કૂલમાંમાં ભયનો માહોલ છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં અન્ય કોઈ બાળકો સામેલ નથી. અત્યારે આ મામલાની તપાસ ચાલી રહી છે. તપાસ પૂરી થયા બાદ જ કહી શકાશે કે બાળક પાસે પિસ્તોલ ક્યાંથી આવી અને તે એને શાળામાં કેવી રીતે લાવ્યો. સ્કૂલ સોમવાર સુધી બંધ રહેશે.સલામતી માટે બાળકોને જાગ્રત કરવાં જરૂરી છે
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/01/download-24-1.jpg)
ડ્રુએ કહ્યું- આ સમયે સૌથી મોટી વાત એ છે કે તમામ બાળકો સુરક્ષિત છે. આ અમારી પ્રાથમિકતા છે. ન્યૂપોર્ટ ન્યૂઝ પબ્લિક સ્કૂલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જ્યોર્જ પાર્કરે કહ્યું- હું આ ઘટનાથી ચોંકી ગયો છું. આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે બાળકો અને યુવાનોના હાથમાં હથિયારો ન આવે. અમેરિકામાં સ્કૂલોમાં ફાયરિંગની ઘટના વધી રહી છે
અમેરિકામાં જાહેર ફાયરિંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ પહેલાં પણ ઓક્ટોબર 2022માં ઓહિયો સ્ટેટ ખાતે એક સ્કૂલમાં ફૂટબોલ મેચ દરમિયાન ફાયરિંગ થયું હતું, જેમાં 3 લોકોનાં મોત થયાં હતાં. આ મેચ 2 સ્કૂલની ટીમો વચ્ચે રમાઈ રહી હતી.
આ તરફ મે, 2022માં પણ ટેક્સાસના યુવાલ્ડેમાં રોબ એલિમેન્ટ્રી સ્કૂલમાં એક 18 વર્ષના યુવકે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 19 વિદ્યાર્થી અને 2 શિક્ષકનાં મોત થયાં હતાં. ફાયરિંગમાં 13 બાળક, સ્કૂલના કર્મચારીઓ અને કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયાં હતાં. સ્કૂલમાં ગોળીબાર કરતાં પહેલાં હુમલાખોરે તેની દાદીને પણ ગોળી મારી હતી.