કરણ જોહરના પ્રોડકશન હાઉસનું ધર્મા પ્રોડકશનના બેનર હેઠળ ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ સ્ક્રૂ ઢીલા ઘણા સમયથી ચર્ચામાં છે. હવે આ ફિલ્મ વિશે નવી જાણકારી છે કે, આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં એક મોટો ફેરફાર થવાનો છે. આ ફિલ્મમાં શનાયા કપૂરની એન્ટ્રી થઇ છે અને રશ્મિકા મંદાના આઉટ થઇ ગઇ છે. જોકે આ બાબતે કોઇ સત્તાવાર જાણકારી મળી નથી.
ફિલ્મ સ્ક્રૂ ઢીલાની નવી સ્ટાર કાસ્ટ વિશે નજીકના સૂત્રે જણાવ્યુ હતુ કે, કાસ્ટમાં એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે, હવે શનાયા કપૂર રશ્મિકા મંદાનાનું ફિલ્મમાં સ્થાન લેવાની છે. જોકે શનાયાએ હજી સુધી આ ફિલ્મ સાઇન કરી નથી.
આમ થવાનું કારણ એમ કહેવાઇ રહ્યું છે કે, શનાયા ધર્મા પ્રોડકશનની ફિલ્મ બેધડકમાં કામ કરવાની હતી. પરંતુ કોઇ કારણોસર આ ફિલ્મ મુશ્કેલીમાં આવી જતાં તેનું શૂટિંગ થંભાવી દેવામાં આવ્યુ હતું. આ દરમિયાન શનાયા કરણની બીજી ફિલ્મ સ્ક્રૂ ઢીલા કરવાનો નિર્ણય લઇ લીધો.હવે બેધડકની મુશ્કેલીઓ ટળી ગઇ છે, તેથી શનાયા ધર્મા પ્રોડકશનની બન્ને ફિલ્મો બેધડક અને સ્ક્રૂ ઢીલામાં જોવા મળે તેવી શક્યતા છે. જોકે આ બાબતે કોઇ સત્તાવાર જાણકારી મળી નથી.