આજથી વેલેન્ટાઈન વીક શરૂ થવા જઈ રહ્યું છે. આ અઠવાડિયા કપલ્સ માટે ખૂબ જ ખાસ છે. આ અઠવાડિયે, યુગલો તેમના જીવનસાથી પ્રત્યે તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. તે જ સમયે, તેઓ એકબીજાને ગુલાબ પણ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે ગુલાબના વિવિધ રંગોનો અર્થ શું થાય છે 7 ફેબ્રુઆરી એ રોઝ ડે છે. આવી સ્થિતિમાં તમે તમારા પાર્ટનરને આ રંગોના ગુલાબ આપી શકો છો.

લાલ ગુલાબ
લાલ ગુલાબ ગ્રીક દેવી એફ્રોડાઈટ સાથે જોડાયેલ છે. જયારે તેનો પ્રેમી એડોનિસ ઘાયલ થયો ત્યારે તેની પાસે જતા રોઝના કાંટા તેના પગમાં વાગી ગયા હતા. લોહીના કારણે રોઝનો રંગ લાલ થઈ ગયો હતો. જેના કારણે રેડ રોઝને ગાઢ પ્રેમનો પ્રતીક માનવામાં આવે છે. આપણે આપણા જીવનસાથીને લાલ ગુલાબ આપવા જોઈએ કારણ કે આ રંગો પ્રેમ, પ્રશંસા, રોમાંસ અને કૃતજ્ઞતાનું પ્રતીક છે. રોઝ ડે પર, કપલ્સ તેમના પાર્ટનરને આ લાલ રંગનું ગુલાબ આપીને તેમનો પ્રેમ વ્યક્ત કરી શકે છે.

પીળા ગુલાબ
પીળા રંગનું ગુલાબ આપી તમે મિત્રતાની શરૂઆત કરી શકો છો. કારણ કે લવ સ્ટોરીની શરૂઆત દોસ્તીથી થાય છે. પીળું ગુલાબ સામેવાળા વ્યક્તિ પ્રત્યે તમારી કેર દર્શાવે છે.

ગુલાબી ગુલાબ
જો કોઈ તમારા ખુબ સારા મિત્ર છે તો તમે આ દિવસે તેને પિંક રોઝ ગીફ્ટ કરી શકો છો. ગુલાબી ગુલાબ સુંદરતા અને સુઘડતાનું પ્રતીક છે. તમે તમારા જીવનસાથીને આપી શકો છો. તેને પ્રેમ વ્યક્ત કરવા માટે પણ સારું માનવામાં આવે છે. તે મિત્ર અથવા શિક્ષકને તેમના પ્રત્યે આદર બતાવવા માટે આપવામાં આવે છે.

સફેદ ગુલાબ
સફેદ ગુલાબ નિર્દોષતા, નમ્રતા અને કૃપાનું પ્રતીક છે. આ રંગ પવિત્રતા, શાંતિ, આદર અને સ્વચ્છતા દર્શાવે છે. તમે આ તમારા મિત્રને આપી શકો છો. કોઈની માફી માંગવી હોય તો પણ સફેદ ગુલાબ આપી શકો છો.

નારંગી ગુલાબ
ઓરેન્જ ગુલાબ ઉત્સાહ અને પેશનનું પ્રતીક છે. જો તમે કોઈને પસંદ કરો છો તો આ રોઝ ડે પર તેને ઓરેન્જ ગુલાબ આપી પોતાની ફીલિંગ્સ દર્શાવી શકો છો.નારંગી રંગના ગુલાબ ઊર્જા, જીવન, ઉત્સાહ અને જુસ્સાનું પ્રતીક છે.




