- સુરતના ધોરણ 10 પાસ દિવ્યાંગ યુવક સાથે લગ્ન કરવા વિદેશી ગોરી સાત સમંદર પાર કરીને .
સોશિયલ મીડિયાના ફેસબુક પર થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી રહી છે. સુરતના 10 પાસ દિવ્યાંગ યુવકના પ્રેમમાં પડેલી ફિલિપિન્સની વિદેશી ગોરી પોતાનો દેશ છોડીને ભારત આવી છે. બન્ને વચ્ચેના ભાષા, નાત-જાત, સરહદ સહિતના બંધનને પ્રેમ-લાગણીએ તોડી નાંખ્યા છે પ્રેમની કહાની સમા લગ્ન આગામી 20મી નવેમ્બરના રોજ યોજાનાર છે .
સુરતના યોગીચોક કલ્પેશભાઈ માવજીભાઈ કાછડિયા ઉર્ફે ક્લેક્ટર રસ્તા પર પાનની કેબિન ચલાવે છે. જન્મથી બન્ને પગથી દિવ્યાંગ એવા કલ્પેશભાઈની ઉંમર 43 વર્ષ જેટલી છે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર ગામના કલ્પેશભાઈ માંડ ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કરી ચૂક્યા છે. સાવરકુંડલાની હોસ્ટેલમાં રહીને વધુ અભ્યાસમાં દિવ્યાંગતાની તકલીફ નડતાં ગામમાં જ પાનની દુકાન શરૂ કર્યા બાદ છેલ્લાં આઠેક વર્ષથી સુરતના યોગીચોક ખાતેની યોગેશ્વર સોસાયટીના બી-વિભાગના 52 નંબરના મકાનમાં રહે છે. પોતાની અનોખી પ્રેમ કહાણી અંગે કલ્પેશભાઈ ઉર્ફે ક્લેક્ટરે જણાવ્યું હતું કે, મને નાનપણથી પાન-માવાની દુકાનનો શોખ હતો. એ પ્રમાણે હું વ્યસાય કરતો હતો.. દિવ્યાંગતાના કારણે મને લગ્નના વિચારો આવતા નહીં. મારાથી નાના ભાઈ-બહેનોના લગ્ન થઈ ગયા છે. હું મારા કામકાજ સાથે જ સંકળાયેલો રહેતો હતો. જો કે વર્ષ 2017માં ફેસબુક પર મને રેબેકા ફાયોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. બાદમાં મેં તેની ફ્રેન્ડશિપ એક્સેપ્ટ કરી અને અમારી દોસ્તી દિવસે દિવસે વધુ ગાઢ બનતી ગઈ..અને હવે લગ્ન પણ થનાર છે.