Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateબોલિવૂડના આ બાપ-દીકરાની જોડી લાંબા સમય બાદ ફરી સાથે જોવા મળશે...

બોલિવૂડના આ બાપ-દીકરાની જોડી લાંબા સમય બાદ ફરી સાથે જોવા મળશે…

અભિષેક બચ્ચને પોતાની વેબ સીરિઝ ‘બ્રીધઃ ઈનટૂ ધ શેડો 2 (Breathe Into The Shadows 2)’ને લઈને ચર્ચાનો વિષય બનેલો ચે. તેનો આ શો 9 નવેમ્બરે એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થઈ ચુક્યો છે જે એકવાર ફરી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. લોકોની વચ્ચે સિરીઝની ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. તેની સાથે જ લોકોને અભિષેકની એક્ટિંગ પણ ખૂબ જ પસંદ આવી રહી છે. સિરીઝ રિલીઝ થયાની સાથે એવી પણ ખબર સામે આવી રહી છે તે હવે બોલિવૂડના મહાનાયક અને તેના પિતા અમિતાભ બચ્ચન સાથે ફરી જોવા મળશે. આ વખતે ખુદ અભિષેક પોતાના હમણા જ આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે. બોલિવૂડની આ બાપ-દીકરાની જોડી ફિલ્મ ‘પા’, ‘સરકાર’, ‘કભી અલવિદા ના કહેના’ અને ફિલ્મ ‘બંટી ઔર બબલી’માં સાથે જોવા મળ્યા હતા. આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ હિટ સાબિત થઈ હતી. આ પાંચમી વાર હશે જ્યારે અમિતાભ-અભિષેકને એક સાથે જોવા મળશે.
છેલ્લીવાર પામાં જોવા મળી હતી આ જોડી

પિંકવિલા સાથે વાત કરતા સમયે અભિષેકે જણાવ્યુ હતું કે, તે એક નવા પ્રોજેક્ટમાં પિતા સાથે જોવા મળશે. વાતચીત દરમિયાન અભિષેકને પુછવામાં આવ્યુ હતું કે, શું ફેન્સ બંનેને ફરી સાથે જોવાની અપેક્ષા રાખી શકે? ત્યારે અભિષેકે કહ્યુ હતું તે, તે પિતા સાથે એક ફિલ્મ કરવા માંગશે જે છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ પડી છે. રિપોર્ટ અનુસાર, અભિષેકે કહ્યુ, “મને તે પસંદ આવશે. હું તેમની સાથે ફરી કામ કરવાનું પસંદ કરીશ. ફિલ્મ ‘પા’માં છેલ્લીવાર અમે સાથે કામ કર્યુ હતું. જે 2009માં રિલીઝ થઈ હતી. તેથી આ લાંબા સમયથી પેન્ડિંગમાં છે, હું તેમની સાથે એક ફિલ્મ પસંદ કરવાનું પસંદ કરીશ.”
પેન્ડિંગમાં છે આ પ્રોજેક્ટ?

જ્યારે અભિષેકને પુછવામાં આવ્યુ કે શું પાછલા થોડા દિવસોમાં કોઈ ઑફર મળી છે જેના પર હજુ સુધી અમલ કરવામાં નથી આવ્યો? તેના પર અભિષેકે કહ્યુ, “મને લાગે છે કે, તે ફિલ્મો વિશે વાત ના કરવી જોઈએ જે હજુ ચાલુ નથી થઈ. તે નિર્માતાઓ માટે અપમાનજનક છે. એક અભિનેતા તરીકે કોણ તેમની સાથે કામ કરવા નહીં માંગે? મને લાગે છે કે અમારે હવે સક્રિય રીતે પ્રયાસ કરવો પડશે અને તેને પુરો કરવો પડશે. જોકે, સત્ય તો એ જ છે કે, આ પ્રોજેક્ટ ખૂબ જ સમયથી લંબાઈ રહ્યો છે. મને તેની સાથે કામ કરવામાં મજા આવે છે. મને ઘણુ બધું શીખવા મળી રહ્યુ છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security