મુંબઈના બાંદ્રામાં આવેલ ઘરમાં બોલીવુડ એકટ્રેસ આલિયા ભટ્ટનું સીમંત કરવામાં આવ્યું છે. ગતરોજ ૫ ઓકટોબર દશેરાના દિવસે બોલીવુડ એકટ્રેસ આલિયા ભટ્ટની બેબી શાવર સેરેમની યોજવામાં આવી હતી. બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર પેરેન્ટ્સ બનવાના છે. આલિયાએ સીમંતમાં યલો ડ્રેસ પહેર્યો હતો. યલો ડ્રેસમાં આલિયા ઘણી જ સુંદર લાગતી હતી. તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળતો હતો. રણબીર કપૂર પિંક-વ્હાઇટ કુર્તા પાયજામામાં હતો.

આલિયાના સીમંતમાં તેની માતા સોની રાઝદાન, બહેન શાહીન, સાસુ નીતુ કપૂર, નણંદ રિદ્ધિમા ઉપરાંત કરન જોહર, કરિશ્મા કપૂર, નતાશા નંદા, નીલા દેવી કપૂર સહિતના સેલેબ્સ આવ્યા હતા. આલિયાની ફ્રેન્ડ આકાંક્ષા રંજન પણ આવી હતી.






