- કેન્સર સામે ઝઝૂમી રહેલા પેલેએ લીધા અંતિમ શ્વાસ…
બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર પેલેનું નિધન થયુ છે. કોલોન કેન્સર બાદ પેલેએ 82 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. કીમોથેરાપી પણ લાંબા સમયથી ચાલી રહી હતી. પેલેને 29 નવેમ્બરે શ્વાસની તકલીફ સાથે સાઓ પાઉલોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેણે કીમોથેરાપીનો જવાબ આપવાનું બંધ કરી દીધું. પેલેને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમના આંતરડામાંથી ગાંઠ કાઢી નાખવામાં આવી હતી અને ત્યારથી તેઓ નિયમિત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના મૃત્યુની પુષ્ટિ તેમની પુત્રી કેલી નાસિમેન્ટોએ Instagram પર કરી હતી. પેલે કોલોન કેન્સર સામે લડી રહ્યા હતા. તેણે કીમોથેરાપી સારવારનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. પેલેને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં જાણવા મળ્યું હતું કે તેમને શ્વસન સંબંધી ચેપ પણ છે. પેલેને અત્યાર સુધીના મહાન ફૂટબોલ ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે અને તે ત્રણ વખતનો વર્લ્ડ કપ વિજેતા છે.
બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યમાં જન્મેલા, સુપ્રસિદ્ધ ફૂટબોલર હજુ પણ સેલેકાઓ (બ્રાઝિલ) માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેણે 92 મેચમાં 77 ગોલ કર્યા છે. એક વ્યાવસાયિક ફૂટબોલર તરીકે, પેલેએ કુલ ત્રણ વખત (1958, 1962, 1970) ફીફા વર્લ્ડ કપ જીત્યો જે હજુ પણ વ્યક્તિગત ફૂટબોલર માટેનો રેકોર્ડ છે.




