Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ કેબલ બ્રિજ પરથી યુવાનનો અને ગોલ્ડનબ્રિજ ઉપરથી પતિની સામે જ પત્નીનો...

ભરૂચ કેબલ બ્રિજ પરથી યુવાનનો અને ગોલ્ડનબ્રિજ ઉપરથી પતિની સામે જ પત્નીનો નદીમાં ભુસ્કો…

  • પરપ્રાંતીય પતિ નોકરી પરથી ઘરે આવતાં પત્નીએ કહ્યું ફરવા લઈ જાવ
  • પતિ નર્મદા મૈયા બ્રિજ પર લઈ ગયો ત્યાં ગોલ્ડનબ્રિજની પત્નીએ હટ પકડી
  • ગોલ્ડનબ્રિજમાં પતિએ બાઇક મૂક્યું અને અઢી વર્ષની દીકરીને તેડી હતી ત્યાં જ પત્નીએ દોડીને બ્રિજમાંથી છલાંગ લગાવી દીધી
  • નર્મદા નદી ઉપરના બ્રિજ ચિંતાજનક રીતે બની રહ્યાં છે સ્યુસાઇડ પોઇન્ટ

ભરૂચના કેબલબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે.

શહેરના જે.બી. મોદી પાર્ક નજીકમાં રહેતા મૂળ UP ના યશવંત યાદવ શનિવારે ફર્સ્ટશિપમાં દહેજની ઇન્ડોફિલ કંપનીમાં નોકરીએ ગયા હતા. જ્યાંથી પરત આવતા પત્ની સોનાલીએ ફરવા લઈ જવાની જીદ પકડી હતી. પતિએ હું જમી લવ પછી જઈએ કહ્યું હતું. જોકે પત્ની ના મારે અત્યારે જ જવું છે કહેતા, પતિ બાઇક લઈ પોતાની અઢી વર્ષની દીકરી દ્રશ્યા અને પત્નીને લઈ બાઇક ઉપર આટો મારવા નીકળી પડ્યા હતા.

પેહલા પત્નીએ નર્મદા મૈયા બ્રિજ ઉપર લઈ જવા કહેતા ત્યાં પોહચતા પત્ની સોનાલીએ ગોલ્ડનબ્રિજ ઉપર જઈએ તેમ કહ્યું હતું. પતિ બાઇક પર દીકરી અને પત્નીને બેસાડી ગોલ્ડનબ્રિજ ઉપર પોહચ્યો હતો.

જ્યાં બાઇક મૂકી પતિએ દીકરીને તેડી જ હતી ત્યાં પત્ની બ્રિજમાં દોડવા લાગી હતી. ગોલ્ડનબ્રિજના ગાળામાંથી નીચે નદીમાં કૂદી પડી હતી. હાથમાં દીકરી હોવાથી પત્નીને પતિ પકડી શક્યો ન હતો. માત્ર સ્વેટરનો સ્પર્શ થવા સાથે પત્ની નદીમાં પડી હતી.

ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના શૈલેષભાઈ નાઈને કરાતા તેઓએ તરત ફાયર બ્રિગેડ, સ્થાનિક નાવડીઓવાળા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી ગોલ્ડનબ્રિજ ખાતે દોડી ગયા હતા. બ્રિજ ઉપર પોલીસ, ફાયરના લાશ્કરો સાથે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા.

નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી સોનાલી યાદવનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પતિ યશવંતે સોનાલી કોઈ ટેંશનમાં હોવાનું પોલીસ સમક્ષ કહ્યું હતું.

બીજી તરફ બપોરે જ કેબલબ્રિજ ઉપરથી એક સ્થાનિક યુવાન બાઇક લઈને આવી બ્રિજના ખાચામાં મુકી નદીમાં કૂદી પડ્યો હોવાની ઘટના બની હતી. લાશ્કરો યુવાન અને પરિણીતા બન્નેની નદીમાં શોધખોળ ચલાવી રહ્યાં છે. જોકે બન્નેએ ક્યાં કારણોસર નદીમાં પડતું મૂકી આપઘાત કર્યો તેનું કારણ હજી બહાર આવી શક્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security