Published By : Parul Patel
- દક્ષિણ ઝોન પ્રભારી ઉષા નાયડુ રહ્યા ઉપસ્થીત
ભરુચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એ.આઈ.સી.સી.સેક્રેટરી અને દક્ષિણ ઝોન પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી.

લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ બેઠકોનો દોર શરૂ કર્યો છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે એ.આઈ.સી.સી.સેક્રેટરી અને દક્ષિણ ઝોન પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી. જેમાં ઝોન પ્રભારીએ કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા સાથે ગુજરાતની તમામ સીટો પર કોંગ્રેસની જીતની આશા વ્યક્ત કરી હતી અને સંગઠનને વધુ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું. તમામને લોકસભાની ચુંટણીના કામોમાં લાગી જવા જણાવ્યુ હતું. આ કારોબારી મિટિંગમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી રાજેન્દ્ર સિંહ રણા, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી,શેરખાન પઠાણ, પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, સુલેમાન પટેલ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.