Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સહિત બે આરોપીની 3 વર્ષ અને...

ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સહિત બે આરોપીની 3 વર્ષ અને 4 મહિના પહેલાના ગુનામાં ધરપકડ..

Published by : Vanshika Gor

  • વર્ષ 2019 માં મહિલા બુટલેગર પાસે દેશી દારૂનો હપ્તો લેવા બન્ને આરોપી ગયા હતા, ખંડણી, આબરૂ લેવાનો પ્રયાસ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ હતી
  • ઘરમાં પ્રવેશ કરી કપડાં ફાડી નાખી જાતિ વિષયક અપશબ્દો પણ કહ્યા હતા
  • આમોદના BJP લઘુમતી મોરચાના મહામંત્રી જાવીદ મલેક અને અકબર બેલીમ હાઇકોર્ટમાંથી તારીખો મેળવી ધરપકડથી બચ્યાં કરતા

ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી જાવીદ મલેક સહિત બે આરોપીની આમોદ પોલીસ સ્ટેશનના 3 વર્ષ અને 4 મહિના પહેલાના ખંડણી, આબરૂ લેવાનો પ્રયાસ તેમજ એટ્રોસિટી કેસમાં ધરપકડ કરાઈ છે.

આમોદના એક ગામે રહેતી આદિવાસી મહિલાના ઘરે નવેમ્બર 2019 માં આછોદનો અકબર બેલીમ તથા આમોદનો જાવીદ મલેક ગયા હતા. ઘરે બે વહુઓ સાથે એકલી મહિલાને આ બન્નેએ પત્રકાર તરીકેની ઓળખ આપી હતી. મહિલા દારૂ વેચતી હોય હપ્તો માંગ્યો હતો.મહિલાએ બન્ને કહ્યું હતું કે, તેણે દારૂનો ધંધો બંધ કરી દીધો છે અને હમણાં તેમના પિત દેરોલ ગામે ગયા હોય જેથી તેઓ આવેથી તમો આવજો. તેમ કહેતા આ બંન્ને પત્રકારો એ હમણાં જ અમોને હપ્તાના રૂપિયા આપી દે નહી તો તારા ઘરમાં દારૂ છે તેવો વિડિયો ઉતારીશુ.જેથી મહિલાએ કહ્યું હતું કે, મારા ઘરમાં દારૂ છે જ નહી અને મારા પતિ આવેથી તમારે જે કરવુ હોય તે કરજો. તેમ કહેતા આ બંન્ને ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા સાથે જાતિ વિષયક અપશબ્દો કહી આબરૂ લેવાના ઇરાદે ઘરમાં ઘુસી ગયા હતા.

મહિલા સાથે ઝપાઝપી કરી અકબર બેલીમે બ્લાઉઝ ખેચતા ફાટી ગયો હતો. જ્યારે BJP લઘુમતી મોરચાના મહામંત્રી જાવિદ મલીકે પણ સાડી ખભા પાસેથી ખેચતા સાડી બ્લાઉઝમાંથી નિકળી ફાટી ગઈ હતી. મહિલાએ બુમાબુમ કરતા બંન્ને વહુઓ તથા ફળીયાની મહિલાઓ તેમજ અન્ય લોકો દોડી આવ્યા હતા.જતા જતા બન્ને આરોપી મહિલાને આજે તો તું બચી ગઈ છે. બજારમાં ક્યાંક દેખાશે તો મારી નાખીશું નું ધમકી આપી જતા રહ્યાં હતાં. ઘટના અંગે બુટલેગર મહિલાએ આમોદ પોલીસ મથકે 18 નવેમ્બર 2019 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જોકે બન્ને આરોપીઓ હાઇકોર્ટમાંથી તારીખો મેળવી ધરપકડથી બચતા રહેતા હતા. જોકે અંતે આમોદ પોલીસે બન્નેની ધરપકડ કરી છે. વર્ષ 2021 માં પૂર્વ MLA તો પ્રદેશ પ્રમુખને જાવીદ મલેકને હજ કમિટી, વકફ બોર્ડ, અલ્પ સંખ્યક નાણાં નિગમ બોર્ડમાં સભ્ય બનાવવા ભલામણ પણ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security