Published by : Rana Kajal
- હજી પણ ગગડશે પારો તેથી ઠંડીમા થશે વધુ વધારો…
માત્ર ત્રણ ચાર દિવસ દરમ્યાન ભરૂચ જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજયમાં ઠંડીથી થોડી ઘણી રાહત મળ્યા બાદ ફરી ઍક વાર ઠંડા પવનના સુસવાટા શરૂ થઈ જતા વાતવરણ ઠંડુગાર બની ગયુ છે. હજી હવામાન ખાતાની આગાહી મુજબ ઠંડીના પ્રકોપમાં વધારો થાય તેવી સંભાવના જણાઈ રહી છે… ભરૂચ જિલ્લા સહીત ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે. શહેરોમાં પણ લોકો ઠૂઠવાયા હતા. એક નાનકડા વિરામ બાદ ફરી ઠંડીનું જોર વધી ગયું છે.રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ગયો છે. સૂસવાટા મારતાં પવન સાથે ફરી એક વખત ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં પારો 10 ડિગ્રીની નીચે નોંધાયો છે. જેમકે અમદાવાદમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મેગાસીટીમાં લોકો ઠૂઠવાયા હતા.રાજ્યમાં નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું. નલિયામાં લઘુતમ તાપમાન 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલું જ નહીં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમીયાન ભરૂચ જિલ્લા સહીત રાજયમાં કડકડતી ઠંડી પડશે અને કચ્છ, અમદાવાદ અને ભાવનગરનો પારો વધુ ગગડશે. જૉકે દક્ષિણ ગુજરાતમાં સાપેક્ષમાં થોડી ઠંડી ઓછી નોંધાઈ હતી. સરેરાશ તાપમાન રાજ્યના અન્ય વિસ્તારો જેટલું જ રહ્યું હતું પણ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું. વડોદરામાં 11.8, સુરતમાં 15.4 ડિગ્રી, વલસાડમાં 14 અને દમણમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ભરૂચ જિલ્લામાં પવન 10.9કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે ફૂકાતા લઘુત્તમ તાપમાન 10ડિગ્રી નોંધાયું હતું




