ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આહીર સમાજના કુળદેવી માતાજીના મંદિરે ચૌદશની ઉજવણી કરવામાં આવી હતી.સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન, શાંતિ યજ્ઞ, મહા આરતી સહિતના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માતાજીના મંદિરને વિવિધ રંગબેરંગી ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારમાં અને શહેર વિસ્તારમાં વસેલા આહીર સમાજના લોકો ચૌદસના દિવસે ગંધાર ગામે આવેલા બિલીયાય માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શનને જતા હોય છે. તો કેટલાક લોકો તો જિલ્લા ભરમાંથી માતાજીના મંદિરે પગપાળા દર્શન અર્થે પણ આવતા હોય છે