Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ જિલ્લાના રહીશો માટે આનંદના સમાચાર…. સોમવારથી વરસાદની મોસમની શરૂઆત થાય તેવી...

ભરૂચ જિલ્લાના રહીશો માટે આનંદના સમાચાર…. સોમવારથી વરસાદની મોસમની શરૂઆત થાય તેવી આગાહી…

Published by: Rana kajal

ભરૂચ જિલ્લામાં આગામી તા 26 જૂનના સોમવાર થી ચોમાસાની ઋતુની શરૂઆત થાય તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામા આવી છે.. હવામાન ખાતા ની આગાહી મુજબ રવિવાર તા 25જૂનના રોજ અમદાવાદમાં હળવો વરસાદ વરસી શકે છે. વડોદરા, ભરૂચ અને સુરતમાં સોમવારે ધોધમાર વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ચોમાસાના વરસાદની શરૂઆત થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.મધ્ય ગુજરાતનાં નર્મદા, છોટા ઉદેપુર અને વડોદરામાં રવિવારના રોજ તેમજ વડોદરા, ભરૂચ અને સુરતમાં સોમવારના રોજ ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ શરૂ થવાના પણ સંકેતો આપવામાં આવ્યાં છે.

હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રવિવારના રોજ નર્મદા, છોટા ઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદ પડશે જ્યારે સોમવારના રોડ વડોદરા, ભરૂચ અને સુરચમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે…… વધુમાં હવામાન ખાતાએ જણાવ્યું છે કે, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ અને અમરેલીમાં શનિવારના રોજ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. રવિવારના રોજ આણંદ,પંચમહાલ, દાહોદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. સોમવારના રોજ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!