Published by : Vanshika Gor
- ગત વર્ષ કરતા લોન ક્રેડિટ પ્લાનમાં 1262.31 કરોડનો વધારો
- ખેતી માટે 3911, નાના ઉધોગોમાં 2182, હાઉસિંગ લોન 507 અને શિક્ષણ લોન માટે ₹78 કરોડની લોનનો લક્ષ્યાંક
- ભરૂચ કલેક્ટર કચેરી ખાતે DLCC, DLRC & RSETIની બેઠક યોજાઈ
- RDC ના હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન 2023-24નું વિમોચન
ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં RDC એન.આર.ધાંધલના અધ્યક્ષસ્થાને DLCC, DLRC અને RSETIની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન 2023-24 નું વિમોચન કરાયું હતું.ભરૂચ જિલ્લાની લીડ બેન્ક, બેન્ક ઓફ બરોડા દ્વારા ₹6928.43 કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં લોન માટેની રકમ નક્કી કરવામાં આવી છે.
જિલ્લાની 30 બેન્કો દ્વારા ક્રેડિટ પ્લાનમાં મુખ્યત્વે પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્ર જેમાં ખેતી માટે ₹ 3911.19 કરોડ, નાના ઉદ્યોગો માટે ₹ 2182.80 કરોડ તથા અન્ય પ્રાથમિક ક્ષેત્ર જેમાં હાઉસિંગ લોન રૂ.594.18 કરોડ, શિક્ષણ લોન માટે રૂ. 78.88 કરોડનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.રાષ્ટ્રીયકૃત બેન્કોને રૂ. 3462.07 કરોડનો લક્ષ્યાંક આપ્યો છે. જેમા બેન્ક ઓફ બરોડાને રૂ. 1561.39 કરોડ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને રૂ. 653 કરોડ, ભરુચ ડિસ્ટ્રિક્ટ બેંકને રૂ. 804.41કરોડ, ગ્રામીણ બેંકને રૂ. 583.63 કરોડ તેમજ તમામ ખાનગી બેન્કોને રૂ.2059.12 કરોડનો લક્ષ્યાંક ફાળવાયો છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-28-at-4.14.28-PM.jpeg)
આમોદ તાલુકાને રૂ. 249.22 કરોડ, અંકલેશ્વર તાલુકાને રૂ. 1598.59 કરોડ, ભરુચ તાલુકાને રૂ3066.41 કરોડ, હાંસોટ તાલુકાને રૂ. 214.19 કરોડ, જંબુસર તાલુકાને રૂ.368.72 કરોડ, ઝગડિયા તાલુકાને રૂ.429.71 કરોડ, વાગરા તાલુકાને 636 કરોડ, વાલિયા તાલુકાને રૂ..186 કરોડ તેમજ નેત્રંગ તાલુકાને રૂ.178.95 કરોડનો લક્ષ્યાંક અપાયો છે.
બેઠકમાં જિલ્લા રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના લીડ ડિસ્ટ્રિક્ટ ઓફિસર સંસ્કાર વિજય, બેન્ક ઓફ બરોડાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર જીજ્ઞેશ પરમાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જે બી દવે, બેન્ક ઓફ બરોડાના ચીફ મેનેજર રાકેશ મિશ્રા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ચીફ મેનેજર હિમાંશુ, આર-સેટી ડાઇરેક્ટર પરેશ વસાવા, ડીઆરડીએ ડીએલએમ પ્રવીણ વસાવા, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના ચીફ મેનેજર સંજય પુરોહિત, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર તથા તમામ બેન્કના જિલ્લા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે ભરૂચ જિલ્લાનો લોન ક્રેડિટ પ્લાન 5666.12 કરોડ મંજુર કરાયો હતો. જે ગત વર્ષ કરતા આ વખતે 1262.31 કરોડ વધુ છે.