Published By : Aarti Machhi
ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધી વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરીકોને સાયબર ક્રાઇમ સંબંધી ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ / સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરીકોને અપીલ કરવામાં આવી છે. જયારે કોઇ પણ વ્યકિત સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રીપોટીંગ પોર્ટલ – સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ ઉપર તાત્કાલીક સંપર્ક કરી ઓનલાઇન ફરીયાદ આપી શકે છે.
આ હેલ્પલાઇન ૨૪ કલાક કાર્યરત રહે છે. આ ઓનલાઇન ફરીયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશયરી બેંક એકાઉન્ટ ફ્રિજ કરાવી ફોડમાં ગયેલ રકમ પુટ ઓન હોલ્ડ/લિન માર્ક કરાવી રીફંડ આપવાની કામગીરી ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરીયાદ આપવા ભરૂચ જિલ્લા નાયબ પોલીસ વડા સી.કે.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.