Published by : Rana Kajal
- એ અને બી ડિવિઝનમાં SOG એ ચેકીંગ હાથ ધરી 16 મકાન માલિકો સામે ગુનો નોંધ્યો
ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર SOG ચેકીંગ હાથ ધરી 16 મકાન માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાવ્યો હતો.
ભરૂચના ફુરજા બંદરેથી અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવનાર છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે જે અનુસંધાને પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલની સુચના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલ વિવિધ જાહેરનામા મુજબ SOG પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI આર.એલ.ખટાણા, આર.એસ.ચાવડા તથા સ્ટાફના માણસોએ ભરૂચ શહેર વિસ્તારમાં રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
શંકાસ્પદ ઇસમો તેમજ મકાન ભાડુઆત નોંધણી નહી કરાવેલ મકાન માલીકોના ચેકીંગમાં મકાન ભાડેથી આપી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ નહી કરનાર વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ 16 કેસો શોધી કાઢવામાં આવ્યા હતા. જેઓ સામે એ અને બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.