- કોન્ટ્રાકટ કર્મીઓને ₹351 રોજ ચૂકવાય છે, જેમાં 90 નો વધારો કરવાનું આશ્વસન અપાયું હતું
- માત્ર 4 રૂપિયા વધારો કરાતા કર્મચારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા, ગેટ બહાર દેખાવો
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહિયાદ ગામે GNFC ટીડીઆઇ ટુ પ્લાન્ટના 500 થી 600 જેટલા કામદારો સાથે કંપની દ્વારા રૂપિયા 4 નો વધારો કરીને કરેલી મજાકને લઈને 2 દિવસથી 500 જેટલા કામદારો કંપની બહાર પગાર વધારો લઈને હડતાલ ઉપર ઉતર્યા છે.
વાગરા તાલુકાના રહિયાદ ગામ ખાતે આવેલી gnfc નો ટીડીઆઇ પ્લાન્ટ ટુ માં લગભગ 500 થી 600 જેટલા કામદારો કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. તેઓને હાલ ₹351 રોજ ચૂકવવામાં આવે છે. આજથી 15 દિવસ પહેલા કંપનીના કામદારોને કહેવામાં આવ્યું હતું કે, તમને રૂપિયા 90 નો વધારો કરવામાં આવશે પરંતુ 4 રૂપિયાનો વધારો થઈને આવતા કંપનીના કામદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.કારણ એટલું જ કે જો રોજના ચાર રૂપિયાનો વધારો થાય તો એક કટીંગ ચાઈ પણ આવતી નથી ત્યારે કંપની દ્વારા માત્ર ચાર રૂપિયાનો વધારો કરીને કામદારો સાથે મજાક કરી હોય તેવું લાગતા કંપનીના કામદારો છેલ્લા 2 દિવસથી કામ બંધ કરીને કંપનીના ગેટ બહાર હડતાલ ઉપર ઉતરી ગયા છે.

લગભગ ₹90 નહીં તો ₹50 નો વધારો કરી આપે તેવી માંગણી કરી રહ્યા છે કામદારોના કહેવા મુજબ કંપનીમાં જે કેમિકલ ઉત્પાદન થઈ રહ્યું છે તે બહુ જ ખતરનાક છે અને પોતે જીવના જોખમે આટલા નજીવા રોજ લઈને કામ કરી રહ્યા છે. ખરેખર તો 390 થી લઈને 400 રૂપિયાનો રોજ હોવો જોઈએ પરંતુ હજુ સુધી કંપની સત્તાવાળા કે કોન્ટ્રાક્ટરોએ કામદારોનો પગારમાં વધારો કર્યો નથી. અને વધારો પણ કરીઓ તો માત્ર ચાર રૂપિયા જ ખરેખર આ કામદારો સાથે મજાક થવાનું કામદારોએ કહ્યું હતું. અને જો વહેલી તકે કામદારોનો પગાર વધારો નહીં કરવામાં આવે તો કામદારો આગળના દિવસોમાં ભારે વિરોધ કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.