Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratભરૂચના સાંસદ મનસુખ વસાવા ભાજપાના આગેવાનો અને બિલ્ડરો ઉપર બગડ્યા..

ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભાજપાના આગેવાનો અને બિલ્ડરો ઉપર બગડ્યા..

  • એસઓયુ નજીક ખેડૂતોની જમીન પડાવવા નેતાઓ બિલ્ડરો સાથે સાંઠ ગાંઠ કરતાં હોવાના આક્ષેપ
  • જાહેર મંચ પરથી ચીમકી… કોઈ પણ સંજોગોમાં આવા નેતાઓને ખુલ્લા પડાશે

રાજપીપલા ખાતે ભાજપના ખેડૂત અને કિસાન મોર્ચા દ્વારા  આયોજિત નમો ખેડૂત પંચાયત કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા સહિત અહેવાનો હાજર રહ્યા હતા ત્યારે પોતાના ભાષણમાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપના આગેવાનો, બિલ્ડરો અને અધિકારીઓને ટાર્ગેટ કરીને તેમનો  જાહેર મંચ પરથી ઉધડો લીધો હતો. 

સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોની મદદ કરવા ભાજપના સિનિયર નેતાઓને ટકોર કરી ખાલી.હા..હા.હી.હી.. કરવાથી કાંઈ નહીં થાય. વધુમાં તેમણે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે આપણા નેતા સાઠગાંઠ કરે છે.ભાજપ પાર્ટીના આવા નેતાઓને ખુલ્લા પાડવા પડશે કોઈ પણ સંજોગોમાં તે  નહીં સાખી લેવાય. બિલ્ડર લોબી સામે પણ મનસુખ વસાવાએ ચીમકી આપી ચેતી જાવા કહ્યું હતું. નર્મદાના ગામોના ગામો વેચાઈ જતા મે રોક્યા છે બિલ્ડરોએ  અહીંયા જમીનો ખરીદવા દોડ મૂકી છે. તલાટીઓ મામલતદારોથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓ બધા મળેલાં છે   તેમને ચીમકી આપતા કહ્યું હતું કે..ખડૂત..મટી જાય એવો ધંધો ના કરતા. નહી તો ખેર નથી.કેજરીવાલ ની મફત યોજના સામે પણ  પ્રહારો કરતા કહ્યું કે ગુજરાતની જનતા પણ જાણે છે. તેઓ ને કોઈ વોટ નહીં આપે..કારણ  કે બધું મફત આપી દેવાળું ફૂંકતી સરકારને સત્તા ક્યારેય ના સોંપાય

(ઈનપુટ : દિપક પટેલ, નર્મદા )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security