Wednesday, July 23, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચના સામાજીક અગ્રણી હરીશ જોષીનું ફેસબુક એકાઉન્ટ એક મહિનામાં ચાર વાર ફેક...

ભરૂચના સામાજીક અગ્રણી હરીશ જોષીનું ફેસબુક એકાઉન્ટ એક મહિનામાં ચાર વાર ફેક પ્રોફાઈલ બનાવી સાયબર ગઠિયાઓએ પૈસાની માંગ કરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ…

Published By : Aarti Machhi

ભરૂચ અંકલેશ્વરના સામાજીક, ઔધોગિક અગ્રણી ભુતપૂર્વ પ્રમૂખ ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એશોશિયેશન અને ભારત સરકારની નવરત્ન કંપની એન્જિનિયર ઈન્ડિયા લિમીટેડના ડિરેક્ટર હરીશ જોષીનું ફેસબુકનું આબેહૂબ નકલી એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને પૈસાની માંગ કરતાં અજાણ્યા સાયબર ક્રિમીનલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જૂન મહિનાથી સતત ચાર કરતા વધુ ફૈક ડુપ્લીકેટ પ્રોફાઈલ ઉપર મુખ્યમંત્રી, સહિત અનેક મહાનુભાવો સાથેનાં ફોટા ક્રોપ કરીને આબેહુબ પ્રોફાઇલ બનાવી લોકોને ગેરમાર્ગે દોરીને પહેલા ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલીને પછી તાત્કાલિક પૈસાની જરૂર હોય gpay થી 5,000થી 25,000 રૂપિયા મોબાઈલ નંબર 9648584056 ઊપર ટ્રાન્સફર કરવા મેસેજ કરાયો અને હરીશભાઈ જોષીનાં અનેક ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સ ને રિક્વેસ્ટ મોકલતા, મિત્રો એ જાણ કરી હતી. આવું ભૂતકાળ માં ચાર વાર બની ચૂક્યું હતું અને આ અંગે તા. 26 જૂન સાયબર ક્રાઇમ ફરિયાદ નંબર 1930 ઊપર ફરીયાદ કરેલ હતી પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી થયેલ નહિ. આ ઉપરાંત ફેસબુકમાં પણ આ ફેંક પ્રોફાઈલ અંગેની અનેક ફરિયાદો હરીશ જોષીને તેમનાં મિત્રો દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં ફેસબૂક દ્વારા કોઈ એક્શન લેવાયા નથી. સાયબર ગઠીયાઓની સક્રિયતા અને રીત રસમોથી લોકોને છેતરવાનું ઍક સુવ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. રોજના અનેક નાના મોટા લોકો ભોગ બની રહ્યા છે.

અંકલેશ્વરની લુપીન કંપનીમાં કામ કરી ચૂકેલા સિનિયર અધિકારી બી જી વર્ગીસનું એકાઉન્ટ સાત વાર ફેંક બનાવાયું હતું. આ ઉપરાંત ભરૂચના રવી ગોહિલ, ક્ષિતીજભાઈ પંડ્યા અને ભરૂચના જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના પણ ડુપ્લીકેટ એકાઉન્ટ થકી સામાન્ય લોકોને ગુમરાહ કરીને પૈસા બનાવવો એક ગેરકાયદેસર વ્યાપાર ચાલી રહયો છે અને તેમાં અનેક બેરોજગાર યુવાનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ભરૂચના એક પ્રતિષ્ઠિત BDMAના પ્રમુખ દેવાંગ ઠાકોરને પણ તેમનાં પાર્સલમાં વાંધાજનક વસ્તુઓ મળી છે એમ કહી નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓના સ્વાંગમાં બ્લેકમેઇલ કરવાની કોશિશ કરાઈ હતી.

આ ગઠીયાઓના મોબાઈલ નંબરો પણ ઉપલબ્ધ છે છતાંય આ રાજ્ય અને દેશ વ્યાપી ગેંગોને ઝડપી પાડવામાં હજુ જોઈએ તેટલી સફળતાં મળી નથી. આ અંગે હરીશ જોષીએ કેન્દ્રીય ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને પણ ઇમેઇલ દ્વારા ભારપુર્વક રજુઆત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!