Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચની રૂચી પેટ્રોપ્લાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં બે પરપ્રાંતીય કામદારો વચ્ચે રૂપિયા મુદ્દે...

ભરૂચની રૂચી પેટ્રોપ્લાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં બે પરપ્રાંતીય કામદારો વચ્ચે રૂપિયા મુદ્દે થયેલ ઝઘડો ખૂની બન્યો…

Published by : Rana Kajal

  • કામદારના મોઢા ઉપર સળિયા વડે હુમલો કરતા સારવાર મળે તે પહેલા જ સિવિલ ખાતે મોત

દહેજની રૂચી પેટ્રોપ્લાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં રહેતા બે પરપ્રાંતીય કામદારો વચ્ચે પૈસા બાબતે ઝગડો થતાં એક કામદારે બીજા કામદારને લોખંડનો સળિયો મારી દેતા તેનું સારવાર મળે તે પહેલા કરુણ મોત નિપજયુ હતું.

મૂળ યુપીના અને હાલ દહેજની રૂચિ પેટ્રો પ્લાસ્ટ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલ લેબર કોલોનીમાં રહેતા લાલબહાદુર કદીર ગૌતમ અને અવધેશ ડોબાર ગૌતમ વચ્ચે રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી.જે ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા લાલબહાદુર કદીર ગૌતમે લોખંડનો સળીયા લઇ અવધેશ ગૌતમ પર તૂટીપાડ્યો હતો અને તેને મોઢાના ભાગે મારી દેતા તેને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે સુપર વાઈઝર હાર્દિકે ઇજાગ્રસ્ત અવધેશને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.ઘટના અંગેની જાણ દહેજ પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!