Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચની સૌ પ્રથમ વિઝ્યુયલ મીડિયા આપની પોતાની ચેનલ, ચેનલ નર્મદા 20 ઓગસ્ટએ...

ભરૂચની સૌ પ્રથમ વિઝ્યુયલ મીડિયા આપની પોતાની ચેનલ, ચેનલ નર્મદા 20 ઓગસ્ટએ 25 વર્ષ પુર્ણ કરી 26 માં વર્ષમાં પ્રવેશ કરશે…

Published By : Parul Patel

  • ✍️ વર્ષ 1996માં નર્મદા કોમ્યુનિકેશન દ્વારા ત્રણ પત્રકારમિત્રો દ્વારા ભરૂચ “ધીસ વિક”ના સાપ્તાહિક બુલેટિનથી શરૂ થયેલા સમાચારોની દુનિયામાં વિસ્તરતા રહ્યા…
  • ✍️ અનેક પડકારો ઝીલી, ભરૂચ-અંકલેશ્વર અને પછી જિલ્લા સુધી વિસ્તરેલ નર્મદા સાયબરઝોન પ્રા.લિમિટેડ દ્વારા ઈન્ટરનેટ અને ચેનલ નર્મદાનો આરંભ થયો…
  • ✍️ ભરૂચની ન્યૂઝ પ્રિય જનતા, કેબલ ઓપરેટર્સ, વિજ્ઞાપનકારો, રાજકારણીઓ, મિત્રો, શુભેચ્છકોએ ચેનલને લોકપ્રિયતાના શિખરે પહોંચાડી: જેનો ચેનલ નર્મદા પરિવાર ઋણી છે.

ભરૂચ જિલ્લામાં મૂળભૂત પ્રિન્ટ મીડિયામાં પાપા પગલી માંડતા ત્રણ પત્રકારો હરીશ જોશી, ઋષિ દવે અને નરેશ ઠક્કર દ્વારા દહેજ ખાતે બિરલા કોપર કંપનીના ભૂમિપૂજન માટે આવેલા આદિત્ય બિરલાના કાર્યક્રમ દરમ્યાન ઉપરોક્ત ત્રિપુટીને એક નવો વિચાર આવ્યો કે, ભરૂચને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ થકી ટીવી યુગમાં સ્થાનિક સમાચારો કેમ ના પીરસી શકાય?? અને આ યુવા ત્રિપુટીએ સઘન પ્રયાસો આદરી, જાન્યુ.1996માં નર્મદા કોમ્યુનિકેશન કંપનીની સ્થાપના કરી, જેને જે તે સમયે વડીલ મિત્રો બહેચરભાઈ જોશી, ભરતભાઈ શ્રોફ, કમલેશ ઉદાણી, ડાહ્યાભાઈ આનંદપુરા સાહેબ, પ્રો.હર્ષદ ત્રિવેદી, ખુમાનસિંહ વાંસિયા, સહિત અનેક મિત્રોએ, શુભેચ્છાકોએ પ્રેરણાના પિયુષ થકી હિમ્મત, માર્ગદર્શન અને મદદ કરી…પ્રિન્ટ મીડિયાનાં અનુભવોના આધારે તદ્દન અંધારી ગલી એવા કેબલ વ્યવસાયમાં દર સોમવારે સમાચારો બનાવીને કેસેટ દ્વારા ભરૂચના 87 અને અંકલેશ્વર આસપાસના 37 જેટલા કેબલ ઓપરેટર્સના ઘરે VCR પર મોટી VHS કેસેટો મોકલીને “ભરૂચ ધીસ વિક” નામે ન્યૂઝ પ્રસ્તુત કરવાનું અતિકઠીન કાર્ય આરંભ્યું…

અનેક અડચણો, અવરોધો વચ્ચે 1996 થી માર્ચ 1998 સુધી આ સાહસ ટકાવી રાખ્યું, છેવટે આર્થિક નુકસાનીએ આ પ્રયાસો પર પ્રશ્નાર્થ મુકતા, ત્રિપુટીએ આર્થિક ભાગીદારો તરફ નજર દોડાવી અને અનેક મથામણ બાદ ભરૂચના તે સમયે એક થી ત્રણમાં નામ કમાયેલા સી.જે.એન્ટરપ્રાઇઝના બિલ્ડર્સ, માલિક અને અંગત મિત્રો એવા ભુપેન્દ્ર મોદી અને ગિરીશ મીઠાઈવાલા પાર્ટનર્સ બન્યા. તે સમયે કેબલ વ્યવસાયમાં પ્રવેશવા અમોને સતત પ્રેરણા, સહયોગ આપનારાઓમાં ઝી ટ્રાવેલસ અને કેબલનો વ્યવસાય ધરાવનાર સ્વ. સુનિલ તાપિયાવાલાની હિમ્મત, મદદને ચેનલ ક્યારેય ભૂલી ના શકે…પ્રારંભમાં કન્ટ્રોલ રૂમ પાંચબત્તી બી.જી. ટ્રેડ સેન્ટરમાં ઉભો થયો, માત્ર 26 ચેનલો સાથેનો રેક ઉભો કરાયો. ઘરે ઘરે ટીવી પર કેવી રીતે પહોંચાય?? એ સમસ્યાના નિવારણ માટે અમને પાંચ-સાત કેબલ ઓપરેટર્સની પ્રારંભિક મદદ કર્મશ:મળી. નીલકંઠનગર, સિદ્ધનાથનગરના રાજીવ શાહ, અશોક પટેલ ઉર્ફે કોઠી, નિતેશ રાણા, મુસ્તાક ક્વોલિટી, મનીષાનંદમાંથી સુરેશ પટેલ(આભ) એ નર્મદા ના જન્મને-સ્વપ્નને સાકાર કર્યું તો પછી CSPM નેટવર્કના ચંદ્રેશ ભટ્ટ, સતીશ દાજી, પરેશ, ચંદુભાઈ દલસાણીયા જોડાયા ને પછી પરિવાર સતત વિસ્તરતો જ ગયો. ભરૂચમાં 45 થી 65 કેબલ ઓપરેટર્સનું વિશાળ વૃંદ બનતા, ચેનલ નર્મદા અંકલેશ્વર પણ પહોંચી. ભવ્ય સફળતા બાદ ઇન્ટરનેટની દુનિયામાં પણ 1999માં ચેનલ નર્મદાએ પદાર્પણ કરી ગુજરાતના B કેટેગરીના લાયસન્સ સાથે GNFC જોડે પણ પાર્ટનરશીપ કરી એક નવુજ સાહસ કર્યું…

વિઝ્યુઅલ ક્ષેત્રે પ્રાયોર બનેલી ચેનલ નર્મદાએ સફળતાની સાથે સાથે આંતરિક સ્પર્ધાઓનો પણ મજબૂતીથી સામનો કર્યો…પે ચેનલોની એક હથ્થું દાદાગીરી, બ્લેકમૈલિંગને પણ તાબે થયા વિના યુદ્ધ કરી હમેશા સફળતાને વરેલી ચેનલ નર્મદાને પ્રજાએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ હૈયે લગાવેલી રાખી. અમારી તકલીફોને દરગુજર કરનારી ભરૂચ, અંકલેશ્વર અને આસપાસની પ્રજાએ-દર્શકોએ આપેલી હૂંફ અવિસ્મરણીય રહી છે. અને એજ શક્તિથી સતત પ્રગતિશીલ પથ પર ચેનલ આગળ વધતી જ રહી…

માત્ર સમાચારોની દુનિયામાં જ ચેનલ નર્મદાએ એક ધાર્યું વ્યવસાયિક કે ધંધાકીય કાર્યને જ ટાર્ગેટ ના રાખતા, બીજા કોઈ ઓન મીડિયાએ ના કર્યું હોય, અરે વિચાર્યું પણ ના હોય એવું અને એટલું સાંસ્કૃતિક, સમાજ ઉપયોગી સેવા કાર્યોમાં પણ રસ લીધો, બધાને સાથે રાખ્યા…સ્પોર્ટ્સ હોય કે ધાર્મિક ઉજવણીઓ, ગરબા મોહોત્સવ હોય કે ગણેશ ઉત્સવો…ચેનલે સમાજને સતત સાથે રાખવાનો, જોડવાનો જીવંત પ્રયાસ કર્યો…રાજ્યકક્ષાએ પણ સ્પર્ધાઓ કરી, ગણેશ ઉત્સવોમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપરના બે મોટા ઉત્સવો, કૈલાસ માનસરોવર અને ચારધામનો અદભુત ના ભૂતો ના ભવિષ્યતિ જેવા કાર્યક્રમો પ્રજાને પીરસ્યા…સહુએ માણ્યા..શિક્ષણને પણ ગળે લગાડ્યું…એક એક ફિલ્ડને સાથે રાખવા કોશિશ કરી…

સમાચારોની દુનિયામાં પણ આ 25 વર્ષમાં યાદગાર માઈલસ્ટોન મૂક્યા… 2001 નો કચ્છનો ધરતીકંપ કેવી રીતે ભુલાય…ચેનલ નર્મદા એમાં પણ અગ્રેસર રહી…ભયાનક રેલ સુરતની હોય કે ભરૂચની…અકસ્માત લક્ઝરી બસ સળગવાનો હોય કે અન્ય કોઈ…સમાચારોમાં રાજકિય હોય કે સાહિત્યિક, સ્પોર્ટ્સ હોય કે શિક્ષણ…ગોધરા કાંડ હોય કે આદિવાસી આંદોલનો,ચૂંટણી લક્ષી કાર્યક્રમો…ચેનલ નર્મદા એ મહત્તમ કોશિશ દરેક ફિલ્ડને જીવંત ટચ આપવાનો કર્યો છે અને એટલે જ 25 વર્ષની પત્રકારત્વ, કેબલ વ્યવસાય અને સામાજિક સઁસ્થાઓ-કાર્યક્રમો થી હરિભરી યાત્રા રજત જયંતિ વર્ષની 25 કાર્યક્રમોની સાતત્ય પૂર્ણ ઉજવણી પ્રજાના સહયોગથી આજે સંપન્ન થઈ શકી છે.

ચેનલ નર્મદાના તમામ પાર્ટનર્સ દ્વારા “ગીવ બેક ટુ સોસાયટી” ના સૂત્રને સાર્થક કર્યું છે. ખાસ તો અમારી સફળતાને ચાર ચાંદ ત્યારે લાગ્યા જ્યારે આ વ્યવસાયમાં બહુજ મોટા ટેકનોલોજી ના ફેરફારો આવ્યા. 2008 માં આવા સમયે અમને વ્યૂહાત્મક મદદ GTPL દ્વારા મળી. 2009 માં અમે જોઈન્ટ વેન્ચરમાં GTPL સાથે ભાગીદારી માં 60-40 થી જોડાયા અને સમગ્ર વ્યવસાયને એક જબરજસ્ત સ્થિરતા અને દ્રઢતા મળી…GTPL ના અન્ય ત્રણ ભાગીદારો અનિરુદ્ધસિંહ જાડેજા, કનકસિંહ રણા,અમિતભાઇ શાહના સતત માર્ગદર્શન અને સહાયથી આજે ચેનલ નર્મદાએ સહજતા અને સફળતાથી 25 વર્ષ પૂર્ણ કરી 26 માં વર્ષ તરફ 21 ઓગસ્ટ 2023થી પ્રયાણ કરશે, ત્યારે એક જ પ્રાર્થના કે આપ સહુ આવાજ સ્નેહ, ઉષ્મા અને હૂંફથી અમારી સાથે રહેજો…હજુ ટેકનોલોજી સતત બદલાતી રહેવાની છે, પડકારો આવતા રહેવાના છે, અને સહુએ એ બધા વચ્ચે પણ સાથે જ રહેવાનું છે: ભરૂચની યશશ્વી યાદો અને પ્રગતિ માટે, સાથે…નમામિ દેવી નર્મદે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!