Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચમાં ઓર્ગન ડોનેશનના સંકલ્પ સાથે ઉજવાયો પતંગોત્સવ, એક હજાર રસીયાઓ વચ્ચે જામ્યો...

ભરૂચમાં ઓર્ગન ડોનેશનના સંકલ્પ સાથે ઉજવાયો પતંગોત્સવ, એક હજાર રસીયાઓ વચ્ચે જામ્યો જંગ…

Published by : Anu Shukla

  • ડોરેમોન – છોટા ભીમે જમાવ્યું આકર્ષણ
  • હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગોત્સવ થકી લોકોમાં જન જાગૃત ફેલાવવાનો પ્રયાસ કરાયો
  • વિવિધ શાળાના 800 બાળકો મળી કુલ એક હજાર લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રક્તદાન, નેત્રદાન, અંગદાન અને દેહદાનના સંદેશા સાથે લોકોમાં જનજાગૃતિ લાવવા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગોત્સવમાં 800 બાળકો સહિત એક હજાર પતંગબાજોએ ભાગ લઈ પતંગબાજી તેમજ પેચ લડાવવાની મજા માણી હતી.

મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ ઉપર દાનનું અનેરું મહત્વ રહેલું છે. પતંગબાજી સાથે જનજાગૃતિનો સંદેશો ફેલાવવા ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન ફેલાવવા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શનિવારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંકલ્પ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સામાજિક અને સેવકીય કાર્યો સાથે અંગદાન, રક્તદાન, નેત્રદાન, દેહદાન થકી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. લોકોમાં જાગૃતિ વધુ આવે અને અંગદાન, રક્તદાન, નેત્રદાન, દેહદાનનું પ્રચાર પ્રસાર વધુ થાય તે માટે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવ યોજાયો હતો.

વિવિધ શાળા-કોલેજો અને સામાજિક આગેવાનો સહીત એક હજાર લોકોએ ઉત્સાહભેર જોડાઈ પતંગોત્સવમાં ભાગ લીધો હતો. રક્તદાન, નેત્રદાન,અંગદાનના સૂત્રો સાથે ની પતંગ ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિવિધ કદ, આકાર અને રંગની પતંગો સાથે 800 બાળકો સહિત પતંગ રસિયાઓ પતંગ ચગાવી એકમેકના પેચ કાપ્યા હતા. તો પતંગોત્સવમાં બાળકો અને મોટેરામાં છોટા ભીમ અને ડોરેમોન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

પતંગોત્સવમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહમંત્રી નિરલ પટેલ, સામાજિક કાર્યકર પ્રશાંત પટેલ સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ સંજય તલાટી પ્રોજકટ ચેરમેન ગૌતમ મહેતા, સંકેત પટેલ સહિતના સભ્યો અને પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!