આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ગત તારીખ-૨૫મી જુલાઈથી ૧૫મી ઓગસ્ટ સુધી રોટરી ક્લબ ઓફ ભરૂચ,આર.સી.સી. દ્વારા નવા અભિગમ સાથે ફરતું દવાખાનું શરુ કરવામાં આવ્યું છે જે ફરતા દવાખાના હેઠળ વિવિધ વોર્ડમાં આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે જરૂરિયાતમંદ દર્દીઓનું ચેકઅપ કરી સ્થળ પર નિદાન કરવામાં આવ્યું હતું જે ફરતા દવાખાના હેઠળ આજરોજ વોર્ડ નંબર-૫મા આવેલ કસક ગુરુદ્વારા ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં કેમ્પ યોજાયો હતો જેમાં જરૂરિયાતમંદ દર્દીઓનું ચેકઅપ કરી સ્થળ પર નિદાન કરવામાં આવ્યું હતું જયારે કુપોષણથી પીડાતા બાળકોની ઓળખ કરી તેઓને જરૂરી પોષણ આહાર આપવામાં આવશે આ ફરતા દવાખાના થકી અત્યાર સુધી ૨૨૦૦થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. આ કેમ્પમાં રોટરી કલબ ઓફ ભરૂચના પ્રમુખ વિહાંગ સુખડીયા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.