Published By : Parul Patel
ભરૂચની આલાપ સંગીત નિકેતન સંસ્થા દ્વારા સ્વર લય સમન્વય કાર્યક્રમ અંતર્ગત કલાગુરુ શ્રી જીગર જોષીના શિષ્યો દ્વારા તા. 9 જુલાઈએ રવિવારે સંસ્કાર ભારતી હોલ ખાતે સંગીતમય કાર્યક્રમ યોજાયો.
ભરૂચના કલાગુરુ સ્વ. નગીનભાઈ જાદવના શિષ્ય અને આલાપ સંગીત નિકેતન સંસ્થાના સ્થાપક એવા શ્રી જીગર જોષીના 55 થી વધુ શિષ્યો માટે સ્ટેજ પરફોર્મન્સ પૂરું પાડવા અને તેઓના કલા નિદર્શનને વધુ આત્મવિશ્વાસ પૂરો પાડવા સ્વર લય સમન્વય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેનો દિપ પ્રાગટય દ્વારા પ્રારંભ કરાયો હતો.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડો. કૌટિલ્ય મહીડા ઉપસ્થીત રહ્યા હતા. સંગીત રસિકો, આમંત્રિત મહેમાનો તથા પરિવારજનોની પ્રેરક ઉપસ્થિતિમાં આલાપ સંગીત નિકેતન સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા સુગમ સંગીત, ભજન, દેશભક્તિ, તબલાવાદન જેવી અનેક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોના મન મોહી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સેજલ સોની તથા યાચના જોષી એ કર્યું હતું.