Published by : Rana Kajal
- ઝઘડિયા GIDC એ 400 લારી, ગલ્લા, કેબિન, ઝુંપડા ધારકોને નોટિસ આપતા કલેકટરને રજુઆત
- જમીનો લઈ લીધી, છોકરાઓને નોકરી આપી નહિ હવે ધંધો પણ છીનવી લેવાનો ઠાલવ્યો આક્રોશ
- લારી- ગલ્લા તોડ્યા તો રસ્તા રોકો આંદોલન છેડાશે
ભાજપ સરકારને લાવીને અમે ભૂલ કરી આ હૈયાવરાળ ઝઘડિયા GIDC ના 400 લારી,ગલ્લા અને કેબિન ધારકોએ કલેકટર કચેરીમાં ઠાલવી હતી.
ઝઘડિયા જીઆઇડીસી દ્વારા ઔદ્યોગિક વસાહતમાં લારી, ગલ્લા, ઝુંપડા અને કેબીનો ઉભી કરી છેલ્લા 15 થી 20 વર્ષથી ધંધો કરતા 400 લોકોને સાગમટે નોટિસ અપાઈ છે.
તેઓના દબાણો નહિ હટાવાઈ તો તોડી પાડવામાં આવશેની નોટિસો બાદ આજે લારી ગલ્લા ધારકોએ ભરૂચ કલેકટરને આવેદન આપી રજુઆત કરી હતી.
જીઆઈડીસીમાં હાટડીઓ લગાવી વેપલો કરતા લોકોએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને લાવી અમે ભૂલ કરી હોવાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. તેઓની જમીનો લઈ લીધા બાદ કંપનીમાં નોકરી અપાઈ નથી.