- સભામાં જાહેર મંચ પરથી ભરૂચના BJP સાંસદે BTP ના છોટુ વસાવાના કર્યા વખાણ
ભરૂચ ભાજપના 6 ટર્મથી સિનિયર સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી બિટીપીના છોટુ વસાવાના વખાણ કરતા ચૂંટણી ટાણે જ ભાજપ સહિત અન્ય પક્ષોમાં સોપો પડી ગયો છે.
વિધાનસભાની ચૂંટણી આ વખતે ભરૂચ જિલ્લામાં ભારે રસાકસી ભરી બની રહી છે. ભરૂચની પાંચ બેઠક સાથે નર્મદા જિલ્લાની બે બેઠકો ઉપર પણ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે પ્રચાર પ્રસાર હવે વધુ આક્રમક અને જલદ બની રહ્યો છે.
ત્યારે ભરૂચના ભાજપના 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ બિટીપીના છોટુ વસાવાના જાહેર મંચ પરથી કરેલા વખાણને લઈ ચર્ચાએ નવું જોર પકડું છે. જાહેર સભાનો આદિવાસી સાંસદનો વાયરલ થયેલો વિડીયો ભાજપમાં જ હડકંપ મચાવી રહ્યો છે.
સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ ઉપરથી સ્વીકાર્યું હતું. કે છોટુભાઈ વસાવા આદિવાસીઓના હક અને અધિકાર માટે લડ્યા છે. જે આપણે સ્વીકારવું જ પડે.
અરે ભાઈ છોટુભાઈ વસાવા આદિવાસીઓના હક માટે લડ્યા છે તે વાત તો કહેવી પડે કે નઈ કહેવી પડે. અને લોકો કહે છે કે, મનસુખભાઈ છોટુભાઇની વાહ વાહ કરે છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વધુમાં બિટીપીના છોટુભાઈ વસાવા વિશે મીડિયા સમક્ષ પણ આ વાત કહી હોવાનું નિવેદન આપ્યું હતું.