ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા છેલ્લી ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. જેને લઇને સૌની ઉત્સુકતાનો અંત આવ્યો છે.
ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં એક ઝાટકે 182 પૈકી 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ બીજી યાદીમાં 6 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. બીજી યાદી બાદ 16 ઉમેદવારોના નામોને લઇને પાર્ટીમાં સસ્પેન્સ હતું. આ બેઠકો પર ઉમેદવારોના નામોને લઇને અનેક અટકળો લગાડવામાં આવી હતી. તેવામાં વધુ 4 ઉમેદવારો સાથે ત્રીજી યાદી પણ જારી કરાઈ હતી.
હવે અંતિમ યાદીમાં ભાજપ દ્વારા 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં પેહલી અને 5 મી ડિસેમ્બરે મતદાન યોજાવવા જઇ રહ્યું છે. તા. 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

