હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત ન્યુઝીલેન્ડમાં T20 સીરીઝ રમવા જઈ રહી છે. ત્રણ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ 18 નવેમ્બરે રમાશે. કેન વિલિયમસનની કપ્તાનીમાં કીવી સામેની આ ટી-20 શ્રેણી માટે ઘણા વરિષ્ઠ ભારતીય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને ઘણા યુવા ખેલાડીઓને આ શ્રેણી દ્વારા તેમની પ્રતિભા સાબિત કરવાની તક મળશે. આ સાથે જ હાર્દિક પંડ્યા પાસે ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ ન હોય ત્યારે પણ ફરી એકવાર કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવાની શાનદાર તક હશે.
કેન વિલિયમસનની કપ્તાનીવાળી ટીમ ઘણી મજબૂત છે અને આ ટીમ પોતાની ધરતી પર વધુ ખતરનાક લાગે છે. તેમ છતાં ટીમ ઈન્ડિયા જીત સાથે શ્રેણીની શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો, શુભમન ગિલ અને ઈશાન કિશન પ્લેઈંગ ઈલેવનમાં ઈનિંગની શરૂઆત કરી શકે છે જેની સાથે આ ટીમ ન્યૂઝીલેન્ડ સામે જઈ શકે છે. જ્યારે ગિલને પ્રથમ વખત ભારતીય ટી20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ઈશાન કિશન ટી20 વર્લ્ડ કપની ટીમનો ભાગ નહોતો પરંતુ તે પહેલા તે સારા ફોર્મમાં હતો. કેએલ રાહુલ અને રોહિતની ગેરહાજરીમાં તે ઓપનિંગ માટે પ્રથમ પસંદગી હશે.
પ્રથમ T20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન :
શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મો. સિરાજ.
ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન :
ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડિરેલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર