Published by : Rana Kajal
એક સમય એવો હતો કે ભારતનાં બજારોમાં ચાઈનીઝ રમકડાનુ વેચાણ સૌથી વધુ હતુ . પરંતું છેલ્લા 5 વર્ષોથી ભારતીય બાળકો ચાઈનીઝ રમકડાનો બહિષ્કાર કરતા હોય તેમ વેચાણ સતત ઘટી રહ્યુ છે… સૌ પ્રથમ વિશ્વમાં રમકડાનુ બજાર કેટલુ છે તેની વિગત જોતા ઍક અંદાજ મુજબ વિશ્વમાં 73.2 અબજ ડોલરનુ રમકડાનુ બજાર છે જેમા 66ટકા હિસ્સો ચીનના રમકડાનો છે. મળતી માહીતી મુજબ ખાસ લાઈટિંગ તેમજ સાઉન્ડના કારણે બાળકો આકર્ષાતા હોવાથી અને ચાઇનીઝ રમકડાઓમા આ ખૂબી હોવાના કારણે તેનુ માર્કેટ વધુ છે. તેમ છતા ચીનના 70 ટકા રમકડા સેફ્ટી ટેસ્ટમા પાસ થતા નથી. ભારતના બજારોમા છેલ્લા 5 વર્ષોમાં ચીની રમકડાઓનું વેચાણ સતત ઘટી રહ્યુ છે. એમ પણ કહી શકાય કે ભારતીય બાળકો ચાઈનીઝ રમકડાંઓનો બહિષ્કાર કરી રહ્યા છે