Published By : Patel Shital
ભારતનાં યુવાધનને નશીલા દ્રવ્યોના રવાડે ચઢાવવાનો પ્રયાસ કરનાર દાઉદ ઈબ્રાહિમ ગેંગ દ્વારા દેશનાં અર્થતંત્રને ખોખલું કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી રહી છે…
દાઉદ ઇબ્રાહિમ દ્વારા એટલે કે ડી ગેંગ દ્વારા દેશનાં અર્થતત્રને ખોખલું કરવા નકલી ચલણી નોટો ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ અંગે ડી ગેંગના સાગરીતો પણ સક્રિય હોવાનાં પુરાવા સાપડી રહ્યાં છે
જેમ કે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી NIA બોગસ ચલણી નોટોની તપાસના એક ભાગ રૂપે મુંબઈમાં 6 સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં ઠાને પોલીસને તપાસમાં દાઉદ ઈબ્રાહિમ ગેંગની સક્રિયતાના પુરાવા મળ્યા હતા આ બાબતને કારણે એવું તારણ પણ આવી રહ્યું છે કે આવા જ પ્રયાસો અન્ય વિસ્તારોમાં પણ થયા હોય શકે છે. જો કે હજી આ બાબતે હજી NIA તપાસ કરી રહી છે જેમાં વધુ ચોંકાવનારી બાબતોનો પર્દાફાશ થાય તેવી સંભાવના છે.