Published by : Anu Shukla
- ઉંચા ફુગાવાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના દૈનિક ખર્ચમાં થયેલો વધારો
- સપ્ટેમ્બરમાં પૂરા થયેલા વર્ષમાં ભારતીયોને સૌથી વધુ ૧.૨૭ લાખ સ્ટુડન્ટ વિઝા કરાયા હતાં: બ્રિટિશ હાઇ કમિશન
બ્રિટનમાં ચાલુ વર્ષે ભારતીયોને સૌથી વધારે વિઝા જારી થવાના હોય પણ વધતા જતા ફુગાવાને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેમની કોલેજના શહેરમાં રહેવા માટે ઘર શોધવું અને જીવનનિર્વાહ મુશ્કેલ બની ગયો છે.
વિદેશમાં એ વિદ્યાર્થીઓ માટે ભણવું મુશ્કેલ થઇ ગયું છે જેઓ હાલમાં જ બ્રિટન ગયા છે. આ કોઇ દુઃસ્વપનથી ઓછું નથી. એક એવો દેશ જે તેમના માટે સંપૂર્ણપણે અજાણ છે તેમાં તેમને રહેવા માટે છત ન મળવી તેમના માટે એક ખરાબ સ્વપ્નથી ઓછું નથી.
તેમની મુશ્કેલી સસ્તું મકાન શોધવા સુધી મર્યાદિત નથી પણ ખાદ્ય વસ્તુઓના સતત વધી રહેલા ભાવ પણ તેમના માટે એક મોટો પડકાર છે જેના કારણે તેમનો દૈનિક ખર્ચ વધી રહ્યો છે.
બ્રિટનમાં મોંઘવારી ૨૦૨૦માં રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ હતી. સપ્ટેમ્બર સુધીના ૧૨ મહિનામાં મકાન માલિકનું ભાડું સહિત ગ્રાહક મૂલ્ય સૂચકઆંક ૮.૮ ટકા વધી ગયું હતું. એનએસઓના નવેમ્બરના આંકડા અનુસાર ફુગાવો ૯.૩ ટકાએ પહોંચી ગયો હતો.
બ્રિટિશ હાઇ કમિશનના આંકડા અનુસાર બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા મેળવવાની બાબતમાં ભારત ચીન કરતા આગળ વધી ગયું છે. સપ્ટેમ્બરમાં પૂર્ણ થયેલા વર્ષ માટે ભારતીયોને સૌથી વધુ ૧.૨૭ લાખ સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતાં.




