Published By : Aarti Machhi
- સંરક્ષણ ક્ષેત્રે સૌથી વધુ રોજગારી પૂરી પાડવામાં પહેલા ક્રમે, યુએસ-ચીનને પણ પાછળ છોડ્યું
હાલમા નોકરી અથવા રોજગારી આપવામાં ભારતની ડિફેન્સ મિનિસ્ટ્રી દુનિયામાં સૌથી આગળ છે. આ દાવો જર્મનીની કંપની સ્ટેટિસ્ટાએ કર્યોં છે રિપોર્ટમાં ભારતની ડિફેન્સ મિનિસ્ટ્રીને દુનિયામાં સૌથી વધુ નોકરી આપનાર જણાવવામાં આવ્યું છે. આ મામલે અમેરિકા બીજા અને ચીન ત્રીજા પર છે. એમ પણ જણાવ્યુ છે
સ્ટેટિસ્ટા અનુસાર, ભારતની તાજેતરની સરકારે રક્ષા વિભાગમાં 29.2 લાખ લોકોને નોકરી આપી છે. આ નોકરીઓ ત્રણેય સેનાઓ એર ફોર્સ, નેવી અને આર્મીના તમામ વિભાગમાં આપવામાં આવી છે. ભારત પછી અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રીનો નંબર આવે છે. ત્યાં 29.1 લોકોને નોકરી આપવામાં આવી છે. બીજી તરફ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ 25 લાખ લોકોને નોકરી આપી છે. આમ ભારત ની સરકાર સરંક્ષણ અંગે પૂરતું ધ્યાન આપી રહી છે સાથે જ દેશનાં યુવાનો પણ લશ્કર માં જોડાવા આતુર છે તે બાબત સાબીત થઈ રહી છે