- ગ્લોબલ હંગર ઈન્ડેક્સની નવી યાદીમાં 121 દેશોની રેંકિંગમાં 107માં નંબરે ભારત..
- પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ કરતા પણ ભારતની ખરાબ સ્થિતિ…
- વર્ષ 2021માં 101માં ક્રમે હતું ભારત…
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં 121 દેશોમાં ભારત 101માંથી 107માં ક્રમ પર આવી ગયું છે. ઈન્ડેક્સમાં પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા ભારતને પાછળ છોડી ગયા છે.
ભૂખમરા અને કુપોષણ પર નજર રાખતી ગ્લોબલ હંગર ઈન્ડેક્સની વેબસાઈટ એક અહેવાલ આપ્યો છે. આ અહેવાલમાં કુવૈત, ચીન અને તુર્કી સહિતના 17 દેશો 5થી ઓછા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ સાથે ટોપ પર છે. 116 દેશોની યાદીમાં વર્ષ 2021માં ભારત 101માં ક્રમે હતું. પરંતુ આ વખતે 6 પોઈન્ટ સરકીને 121 દેશોની યાદીમાં 107માં ક્રમાંક પર પહોંચી ગયું છે. આ સાથો સાથ ભારતનો ગ્લોબલ હંગર ઈન્ડેક્સ ઘટીને વર્ષ 2014 થી 2022માં 28.2-29.1ની વચ્ચે પહોંચ્યો છે. જે વર્ષ 2000માં પર 38.8 હતો

રિપોર્ટ અંગે કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે ભાજપ સરકારની નિંદા કરી હતી કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના આ સૌથી ખરાબ સ્કોર છે. તેમણે ટ્વિટરકરી કહ્યું હતું કે, “માનનીય વડાપ્રધાન બાળકોમાં કુપોષણ, ભૂખમરો અને લાચારી જેવા વાસ્તવિક મુદ્દાઓને ક્યારે સંબોધશે?, ભારતમાં 22.4 કરોડ લોકોને કુપોષિત ગણવામાં આવે છે”
તો આઇરિશ સહાય એજન્સી કન્સર્ન વર્લ્ડવાઇડ અને જર્મન સંસ્થા વેલ્ટ હંગર હિલ્ફે બંને દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં ભારતમાં ભૂખમરાના સ્તરને ગંભીર ગણાવ્યું છે.