Published by : Vanshika Gor
બોલિવૂડ એક્ટર અજય દેવગન (Ajay Devgn) હાલ પોતાની આગામી ફિલ્મ ‘ભોલા’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ રામ નવમીના અવસર પર 30 માર્ચ 2023ના રોજ 3Dમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિનેતા મજબૂત પાત્રમાં જોવા મળશે. અજય દેવગનને મોટા પડદા પર જોવા માટે ચાહકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
હવે ભોલાની કેટલી ટિકિટ બુક થઈ છે તેનું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મ ‘ભોલા’ તમિલ ફિલ્મ ‘કૈથી’ની સત્તાવાર હિન્દી રિમેક છે.ભોલા’ માટે IMAX 3D અને 4DX 3Dમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના 2-3 કલાકની અંદર તેની રિલીઝના 11 દિવસ પહેલા દેશભરમાં IMAX અને 4DX સંસ્કરણો સહિત 1200થી વધુ ટિકિટો વેચાઈ ગઇ છે. ભોલાએ એડવાન્સ ટિકિટ બુકિંગમાં રૂ. 7.05 લાખની કમાણી કરી છે, જેમાં IMAX 3D વર્ઝન માટે રૂ. 4.25 લાખનો સમાવેશ થાય છે.