Published by : Rana Kajal
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના નજીકનાં હોવાનુ જણાવી ધારાસભ્યોને ઠગ્યા…
હાલના સમયમાં PM હાઉસ કે CM હાઉસ સાથે નજીકનાં સંબંધ કે
મહાનુભાવો સાથેના કહેવાતા નજીકનાં સંબંધ બતાવી છેતરપિંડી કરવામા આવી હોય તેવા બનાવોની સંખ્યા વધી રહી છે..
હાલમાંજ અમદાવાદ જિલ્લાનાં મોરબીના રહેવાસી નીરજ સિંહ રાઠોડે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ના અંગત સહાયક હોવાનો બોગસ દાવો કરી મહારાષ્ટ્રના ધારાસભ્યોને મંત્રી બનાવવા અંગેનું પ્રલોભન આપી છેતરપીંડી કરી હોવાનુ જણાયું છે મહારાષ્ટ્ર મધ્ય નાગપુરના ભાજપના ધારાસભ્ય વિકાસ કુંભરે એ આ બાબતે પોલીસ ફરિયાદ નોધાવી હતી. જેના પગલે નીરજ સિંહ શિવરાજ સિંહ રાઠોડની મોરબીથી ધરપકડ કરવામાં આવી હતી. નીરજ સિંહ અને તેના સાગરીતો દ્વારા મહારાષ્ટ્રનાં ચાર ગોવાના ઍક અને નાગાલેન્ડના ઍક મળી કુલ 6 ધારાસભ્યોનો સંપર્ક કરવામા આવ્યો હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમા જણાયું છે. જોકે કોઇ મોટી રકમ આપવામા આવી ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે