Published by : Vanshika Gor
રાજ્યમા મહીલા સંબધિત ગુનાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે.ગુજરાત મહીલા આયોગના રિપોર્ટમાં જણાવ્યા મુજબ રાજ્યમા દુષ્કર્મ, જાતીય સતામણી, દહેજના કારણે અપ મૃત્યુના બનાવો, લગ્ન જીવનમા કંકાશ, અપહરણ અને નોકરીના સ્થાને ઉપસ્થીત થતા પ્રશ્નો સતત વધી રહ્યા છે. વર્ષ 2021-2 2મા આયોગને આવી 2596ફરિયાદો મળી હતી. જે વીતેલા વર્ષ કરતા આશરે 12 ટકા વધુ છે . રાજ્યમા હાલ 270 નારી અદાલતો રાજ્યમા આયોગ દ્વારા ઉભી કરવામાં આવી છે. અત્રે નોંધવું રહ્યું કે રાજ્યમા વિવિઘ સમાજિક સંગઠનો અને ક્લબો દ્વારા પણ મહીલા જાગૃતિ અંગે તેમજ મહીલા સશક્તિકરણ અંગેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.