મુંબઈ
કસ્ટમ વિભાગે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મહિલા મુસાફરને તેના સેન્ડલના પોલાણમાં છુપાવીને રૂ. 4.9 કરોડના કોકેઈનની દાણચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
આ ઘટના ગુરુવારે બની હતી, જેમાં તેની પાસેથી 490 ગ્રામ કોકેન મળી આવ્યું હતું, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ મહિલાને શંકાના આધારે અટકાવી હતી. મુંબઈ કસ્ટમ્સ વિભાગે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, સર્ચ દરમિયાન, અધિકારીઓને તેના સેન્ડલમાં બનાવેલા ખાસ પોલાણમાં છુપાયેલું કોકેન મળી આવ્યું હતું.