એનિમિયા સહિત મળશે 12 બીમારીઓમાં રાહત
સ્વાસ્થ્ય સમસ્યાઓની વાત કરવામાં આવે તો મહિલાઓને પુરૂષોની સરખામણીએ બીમારીઓનું જોખમ વધારે રહે છે. હોર્મોનલ ચેન્જિસ, પીરિયડ્સ અને પ્રેગ્નન્સીના કારણે અવાર-નવાર તેઓને કોઇને કોઇ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) અનુસાર, લગભગ 40 ટકા ગર્ભવતી મહિલાઓને લોહીની ઉણપ એટલે કે, એનિમિયાનો સામનો કરવો પડે છે. પુરૂષોની સરખામણીએ મહિલાઓ સૌથી વધુ એનેમિયાનો શિકાર બને છે.
ચિંતાજનક બાબત એ છે કે, પ્રેગ્નન્સી અને ચાઇલ્ડબર્થ સાથે જોડાયેલી મુશ્કેલીઓના કારણે વિશ્વમાં દરરોજ ઓછામાં ઓછી 810 મહિલાઓના મોત થાય છે. WHO ડેટા અનુસાર, વર્ષ 2018માં 311000 મહિલાઓનું સર્વાઇકલ કેન્સરના કારણે મોત થયું હતું. તેની પાછળનું કારણ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બીમારીઓ છે, જેનાથી મહિલાઓ પીડિત રહે છે. આ જ કારણ છે કે, ડોક્ટર્સ અને એક્સપર્ટ્સ મહિલાઓને હેલ્ધી ડાયટ અને એક્ટિવ લાઇફસ્ટાઇલની સલાહ આપે છે. આયુર્વેદમાં પણ મહિલાઓ માટે કેટલીક જડીબુટ્ટીઓ છે જેનું સેવન કરવાથી તેઓને સ્વસ્થ રહેવામાં મદદ મળી શકે છે. કેરળ આયુર્વેદે મહિલાઓ માટે ખાસ જડીબુટ્ટીઓ વિશે જણાવ્યું છે, જેના ઉપયોગથી તેઓને પીરિયડ્સ, સ્કિન, હોર્મોન અને લોહીની ઉણપ સાથે જોડાયેલી સમસ્યાઓથી બચવામાં મદદ મળી શકે છે.

અશોકનું વૃક્ષ
આ વૃક્ષ તમને કોઇ પણ જંગલ અથવા પાર્કમાં જોવા મળી જશે, તેમાં લાલ રંગના ફૂલ આવે છે અને તેના પાન લાંબા હોય છે. તમે જાણો છો કે, આ વૃક્ષ મહિલાઓમાં મેન્સ્ટ્રૂઅલ ફ્લોને નિયમિત કરવા, ત્વચા સ્વાસ્થ્યને વધારવા, ફિમેલ હોર્મોનને બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે.

મંજિષ્ટાનો છોડ
જંગલી છોડની માફક દેખાતો આ પ્લાન્ટ પણ પાર્ક કે જંગલમાં જોવા મળશે. આયુર્વેદમાં તેને એક જબરદસ્ત જડીબુટ્ટી ગણવામાં આવે છે. તેમાં લોહીને સાફ કરવાના, ઇન્ફ્લેમેન્શનથી લડવા અને સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓથી લડવાની તાકાત હોય છે.

શતપુષ્પાનો છોડ
જીરા અને વરિયાળીના છોડની માફક દેખાતા આ છોડમાં અનેક ઔષધિય ગુણ રહેલા છે, જેના કારણે આયુર્વેદમાં તેને અનેક રોગોની સારવાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ છોડ મહિલાઓને થતી કબજિયાત, હાડકાની કમજોરી દૂર કરવા અને ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવામાં સહાયક છે.

શતાવરી
શતાવરી વેલ અથવા વૃક્ષ તરીકે દેખાતી એક જડીબુટ્ટી છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ અનેક દવાઓ અને બીમારીઓના ઇલાજ તરીકે કરવામાં આવે છે. જો તમે તણાવ, મૂડ સ્વિંગ્સ, હોર્મોનમાં બદલાવ જેવી સમસ્યાઓથી પીડિત છો, તો આ જડીબુટ્ટી તમારા માટે કારગત સાબિત થઇ શકે છે.
નોંધ : આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.