ગરીબ ઘરમા જન્મેલી અર્ચનાદેવીને કેટલાક દિવસો અગાઉ કોઇ ઓળખતું ન હતુ. અને આજે આરતી દેવી સુપરસ્ટાર બની ગઇ છે….
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના રતઇપૂરવા ગામના ગરીબ કુટુંબની દીકરી અર્ચના દેવી આજે ક્રિકેટ સ્ટાર બની ગઇ છે. નાનકડા ગામમા કાચા મકાનમાં રહેતી અર્ચના દેવીને તેની માતાએ ખૂબ સંઘર્ષ કરીને અર્ચનાને સ્ટાર બનાવી છે. ઍક સમય એવો પણ હતો જ્યારે અર્ચના દેવીના ઘરે કોઇ અવરજવર જણાતી ન હતી. પરંતુ સાઉથ આફ્રિકામાં અન્ડર 19 વર્લ્ડ કપમાં ભારતની ટીમનો વિજય થયો અને આરતી દેવી પણ ટીમમાં હોવાથી હાલ તેના ઘરમાં લોકોની અવરજવર અચાનક વધી ગઇ છે. ગામની પણ પરિસ્થિતી ઍવી હતી કે ગામમા અવરજવર માટે કોઇ વાહન મળતું ન હતું પરંતુ હવે ગામનું નામ પણ આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકી ઉઠયું છે.