Published by : Vanshika Gor
સુરતના કાપોદ્રા વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક બાળક સાયકલ લઈને જઈ રહ્યો હતો. સ્પીડ બ્રેકર પર તે સ્ટંટ કરવા ગયો અને અકસ્માત સર્જાયો. બાળક ઊંધા માથે રોડ ઉપર પટકાયો હતો જેને લીધે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ સમગ્ર ઘટનાના CCTV ફુટેઝ સામે આવ્યા છે.
જેમાં જોઈ શકાય છે.બાળક સાયકલ પર રસ્તા પર જઈ રહ્યો છે ને અચાનક તે સાઇકલ પર બેલેન્સ ન જળવાતા બાળક જમીન પર ઊંધે માથે પડ્યો.આ વિડીયો તમારું દિલ હચમચાવી દેશે.આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારની કિરણ પાર્કની છે.હાલ બાળકની તબિયતમાં સુધાર છે.પરંતુ માતા પિતા માટે બોધપાઠ લેવા જેવો આ કિસ્સો છે.




