અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર પાકીઝા હોટલ પાછળ આવેલ ખુશી વાસણ ભંડારની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ત્રણ નંગ ગેસના સિલિન્ડર,રીફીલિંગ પાઇપ અને વજન કાંટો મળી કુલ ૫ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મીરાનગર ખાતે રહેતો રામનિવાસ ઉર્ફે ચિંકુ શિવચંદ્ર યાદવને પોલીસે ઝડપી પાડ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ ઇસમ ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગ કરતા ઝડપાયો હતો.