Published by : Rana Kajal
મુંબઈ-અમદાવાદ હાઈવે પર મધરાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અને બસ વચ્ચેની જોરદાર ટક્કરમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાલઘર પોલીસના જણાવ્યા પ્રમાણે કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે, કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. જેના કારણે કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કારને બસની નીચેથી બહાર કાઢી હતી. મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. માર્ગ અકસ્માત અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી હતી.
