Published by: Rana kajal
ગેંગસ્ટરો જ્યારે તેમની હદ વટાવી જાય ત્યારે મોટે ભાગે ગેંગસ્ટરોનુ એન્કાઉન્ટર થતું હોય છે સાથે સાથે રાજકારણીઓની પનાહ લઈને ઉછરેલા ગેંગસ્ટરો જ્યારે રાજકારણીઓને આંખો બતાવવા માંડે ત્યારે પણ એનકાઉન્ટરોના બનાવો બને છે. તેથી ગેંગસ્ટરનો સફાયો થાય છે સાથેજ કેટલાક રાજકારણીઓની મહત્વની બાબતો અને રાઝ પણ દફન થઈ જાય છે….હવે આજકાલ મુંબઈના હિરો એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અને ઉત્તર પ્રદેશના સાયલંટ એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વચ્ચે જમીન આસમાન નો ફરક છે મુંબઇમાં એનકાઉન્ટર માટે ખ્યાતિ પ્રાપ્ત એવા પોલીસ ઓફિસરો જેવાકે દયાનાયક, વિજય સાલસકર, પ્રદીપ શર્મા વગેરેની ખુબ પ્રસિધ્ધિ થઈ સાથેજ એવા પણ આક્ષેપો થયા કે કોઇ ગેંગનો સફાયો કરવા અન્ય ગેંગ પાસેથી સોપારી લેવામાં આવી હોય આવા અનેક આક્ષેપો થયા તેની સામે યુપી એસ ટી એફ કે જેના નામથી ગેંગસ્ટરો અને અપરાધીઓ ધ્રુજે છે પરંતું યુપી એસટીએફ ના જવાનો કદી લાઇમ લાઈટ આવવાનો પ્રયાસ કર્યો નથી અને કદી યુપી એસટીએફ ના જવાનો પર સોપારી લેવાનો આક્ષેપ કરવામા આવ્યો નથી