મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને એક અજાણ્યા માણસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. સાંજે 4.30 વાગ્યે સ્કૂલની લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી તે કોલર ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. મુંબઈ પોલીસને માહિતી મળતા તે તરત જ એક્શનમાં આવી હતી અને કાર્યવાહી હાથધરી હતી. ધમકીભર્યા ફોન બાદ તરત જ સ્કૂલે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે કોલરની તપાસ શરૂ કરી છે મુંબઈ પોલીસે કહ્યું કે તેણે કોલ કરનારને શોધી લીધો છે અને ટૂંક સમયમાં તે આરોપીની ધરપકડ કરશે. ગયા વર્ષે અજાણ્યા કૉલરે હૉસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.