- આ બ્રિજ 3.5 કિ.મી લાંબો અને 230 કરોડના ખર્ચે તૈયાર થયો છે
ગુજરાત રાજ્યના મુંખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરામાં ગુજરાતના સૌથી લાંબા બ્રિજનુ લોકાર્પણ કરશે. વડોદરામાં તૈયાર થયેલો આ બ્રિજ અદાંજિત 230 કરોડના કિંમત અને 3.5 કિલોમીટર લાંબો છે. આ બ્રિજ અટલ બ્રિજ તરીકે ઓળખવામાં આવશે. ભુપેન્દ્ર પટેલ જે બ્રિજનું ઉદ્યાટન કરવાના છે તે બ્રિજ એવો છે કે જ્યા સર્કલના વળાંકમાં ઊતરવા માટે અને ત્યાંથી ચડવા માટે બંને બાજુ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા થશે. ગેંડા સર્કલથી શરૂ થતાં આ બ્રિજમાં વડીવાડી, રેસકોર્સ, અલકાપુરી, ચકલી સર્કલ, શિવમહલ, રોકસ્ટાર, દિવાળીપુરા તરફ ઉતાર અને ચઢાવ માટે 50 મીટર પહેલા સ્ટોપ આપવામાં આવ્યો છે.
CM કાલે વડોદરાના પ્રવાસે
ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરાના પ્રવાસે છે. વડોદરામાં બનેલા રાજ્યના સૌથી લાંબા બ્રિજનું આવતીકાલે તેઓ લોકાર્પણ કરવાના છે. આ બ્રિજ 3.5 કિલોમીટર લાંબો અને બ્રિજ પર ઈમરજન્સી એગ્ઝિટ માટે 2 સ્લાઇડિંગ પેનલ મુકવામાં આવી છે. બ્રિજ પરની આ પેનલ ઈમરજન્સી સમયે ખોલી શકાશે.