Published by : Rana Kajal
- આરોગ્ય મંત્રાલયે NEET SS પાત્રતા માપદંડ 50% થી ઘટાડીને 20% કર્યો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મેડિકલ વિદ્યાર્થીઓ માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે. જેમાંથી એક NEET પરીક્ષાની પાત્રતા અંગે પણ છે. NEET પરીક્ષા પર આ આજના સૌથી મોટા સમાચાર કહી શકાય છે.Health Ministryએ NEET SSની પાત્રતામાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. અગાઉ આ પાત્રતા 50 ટકા હતી, જે ઘટાડીને 20 ટકા કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નેશનલ મેડિકલ કમિશન (NMC) સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. NEET SSની તૈયારી કરી રહેલા ડોકટરો માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે. જે ઉમેદવારોએ નેશનલ એલિજિબિલિટી અને એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET સુપર સ્પેશિયાલિટીમાં 20 ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા છે તેઓ હવે સ્પેશિયલ મોપ-અપ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.